Please enable javascript.રાશિફળ 12 જુલાઇઃ આજે રવિ યોગનો શુભ સંયોગ, ધન સહિત 5 રાશિને મહાલક્ષ્મીની કૃપાથી થશે સારો લાભ - daily horoscope 12 july 2024 astrology of zodiac signs aaj nu rashifal - Iam Gujarat

રાશિફળ 12 જુલાઇઃ આજે રવિ યોગનો શુભ સંયોગ, ધન સહિત 5 રાશિને મહાલક્ષ્મીની કૃપાથી થશે સારો લાભ

Authored byહેતલ ડાભી | I am Gujarat 12 Jul 2024, 6:05 am
Subscribe

Horoscope 12 July 2024: આજે 12 જુલાઇના રોજ રવિ યોગ, શિવ યોગ સહિત અનેક વિશેષ ફળદાયી યોગ બની રહ્યા છે. પરિણામે આજનો દિવસ મેષ, ધન, સહિત અન્ય 5 રાશિ માટે અત્યંત શુભ રહેશે.

daily horoscope 12 july 2024 astrology of zodiac signs aaj nu rashifal
રાશિફળ 12 જુલાઇઃ આજે રવિ યોગનો શુભ સંયોગ, ધન સહિત 5 રાશિને મહાલક્ષ્મીની કૃપાથી થશે સારો લાભ
Rashifal 12 July 2024: શુક્રવારનો દિવસ ધન, સમૃદ્ધિ, વિલાસિતાના કારક ગ્રહ શુક્રદેવ અને ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે 12 જુલાઇના રોજ ચંદ્રનો સંચાર બુધ ગ્રહની રાશિ કન્યામાં રહેશે, અષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ રવિ યોગ, શિવ યોગ અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, આજે બની રહેલા શુભ યોગનો લાભ 5 રાશિને મળશે, આ રાશિના જાતકોની સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત પણ બનશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે શુક્રવારનો દિવસ કેવો રહેશે.

​મેષ (Aries)

​મેષ (Aries)

આજે તમારો દિવસ દાન પુણ્યના કાર્યોમાં પસાર થશે, કાર્યક્ષેત્રે પણ તમારાં પક્ષમાં કેટલાંક બદલાવ આવી શકે છે, જેનાથી તમારી આગળ વધવાની રાહ આસાન બનશે. સાંજના સમયે જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા પાર્વતી અથવા ઉમાની પૂજા કરો.

​વૃષભ (Taurus)

​વૃષભ (Taurus)

આજે પરિવારમાં કોઇ શુભ કાર્યક્રમની ચર્ચા થઇ શકે છે, સંતાનના ભવિષ્યને લગતી ચિંતા રહી શકે છે. વેપાર અને કારોબારમાં નવી ગતિ મળશે. વેપારીઓને નાણાકીય તંગી રહી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 87 ટકા તમારાં પક્ષમાં રહેશે, યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

​મિથુન (Gemini)

​મિથુન (Gemini)

આજે વ્યવસાય અર્થે યાત્રાના યોગ બની રહ્યા છે, જે સુખદ અને લાભદાયક રહેશે. સામાજિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો આશીર્વાદ મળશે. માતાના સ્વાસ્થ્યમાં પરેશાની રહી શકે છે, તેથી ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો. આજે ભાગ્ય 82 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

​કર્ક (Cancer)

​કર્ક (Cancer)

આજે અચાનક ધન રાશિની પ્રાપ્તિ થઇ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાણ માટે દિવસ ઉત્તમ છે. તમારાં માન સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઉતાવળમાં કોઇ નિર્ણય ના લો. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે, ગણેશજીને લાડુનો ભોગ ધરાવો.

​સિંહ (Leo)

​સિંહ (Leo)

રાજનીતિના ક્ષેત્રે મનોવાંચ્છિત ફળ મળશે, સંતાન પ્રત્યેની જવાબદારીઓ પણ પૂર્ણ કરશો. લાંબા સમયથી અટકેલાં કાર્યો કરવાનો આજે દિવસ છે. વ્યવસાયમાં નવી યોજનાઓ તૈયાર કરશો, જે ભવિષ્યમાં ફળદાયી રહેશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, માતા સરસ્વતીની પૂજા કરો.

​કન્યા (Virgo)

​કન્યા (Virgo)

વેપાર માટે આજે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેશો, પિતાની સલાહની આવશ્યકતા રહેશે. આજે દિવસ દાન પુણ્ય અને સેવામાં પસાર થશે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. આજે ભાગ્ય 92 ટકા તમારાં પક્ષમાં રહેશે, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.

​તુલા (Libra)

​તુલા (Libra)

વિદ્યાર્થીઓને શિક્ષા પ્રતિયોગિતાના ક્ષેત્રે વિશેષ સફળતા મળશે, વેપારમાં આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાણીમાં સૌમ્યતા લોકોને પ્રભાવિત કરશે, જેનાથી વિશેષ સન્માન મળશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

​વૃશ્ચિક (Scorpio)

​વૃશ્ચિક (Scorpio)

આજે નોકરી અને વ્યવસાયમાં વાણી પર સંયમ નહીં જાળવવાથી વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેવાથી યશમાં વૃદ્ધિ થશે. આળસનો ત્યાગ કરવાથી અટકેલાં કાર્યો પૂરાં થશે. આજે ભાગ્ય 89 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો.

​ધન (Sagittarius)

​ધન (Sagittarius)

આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો નહીં તો તમારાં પૈસા ફસાઇ શકે છે. કોર્ટ કચેરીના ચક્કર પણ લગાવવા પડી શકે છે. તેમ છતાં અસફળતા જ હાથ લાગશે. ઘરેલુ સામાન પર ખર્ચ થશે. વેપાર અર્થે યાત્રાના યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે, ચંદનનું તિલક લગાવો.

​મકર (Capricorn)

​મકર (Capricorn)

વેપાર ક્ષેત્રે અનુકૂળ લાભ મળવાથી સુખ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જેનાથી તમારાં ભવિષ્યની ચિંતા દૂર થશે. ધાર્મિક સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. વાહનના ઉપયોગમાં સાવધાની રાખો. આજે ભાગ્ય 67 ટકા તમારાં પક્ષમાં રહેશે, અન્નદાન કરો.

​કુંભ (Aquarius)

​કુંભ (Aquarius)

આજે કોઇ સંપત્તિ ખરીદવા ઇચ્છતા હોવ તો અથવા વેચાણ અગાઉ કાયકાદીય પાસાનો ગંભીરતાથી વિચાર કરી લો. સંતાનના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે. જેના કારણે ભાગદોડ અને ખર્ચ પણ વધારે રહેશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે, બ્રાહ્મણોને દાન કરો.

​મીન (Pisces)

​મીન (Pisces)

આજે દિવસ વિદ્યાર્થીઓના માનસિક અને બૌદ્ધિક ભારનો હળવો કરવાનો રહેશે. સાંજના સમયે કોઇ શુભ સમાચાર મળી શકે છે. પિતાની સલાહ અને આશીર્વાદથી કારોબારમાં સફળતા મળશે. આજે ભાગ્ય 79 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની 108 વાર માળાનો જાપ કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો