Please enable javascript.રાશિફળ 14 જુલાઇઃ આજે સિદ્ધિ યોગનો શુભ સંયોગ, કન્યા સહિત 5 રાશિને સૂર્યદેવની કૃપાથી થશે ભાગ્યોદય - daily horoscope 14 july 2024 astrology of zodiac signs aaj nu rashifal - Iam Gujarat

રાશિફળ 14 જુલાઇઃ આજે સિદ્ધિ યોગનો શુભ સંયોગ, કન્યા સહિત 5 રાશિને સૂર્યદેવની કૃપાથી થશે ભાગ્યોદય

Authored byહેતલ ડાભી | I am Gujarat 14 Jul 2024, 5:42 am
Subscribe

Horoscope 14 July 2024: આજે 14 જુલાઇના રોજ સિદ્ધિ યોગ, રવિ યોગ સહિત અનેક ફાયદાકારક યોગ બની રહ્યા છે. પરિણામે આજનો દિવસ કર્ક, કન્યા, કુંભ સહિત અન્ય 5 રાશિ માટે અત્યંત ફળદાયી રહેશે.

daily horoscope 14 july 2024 astrology of zodiac signs aaj nu rashifal
રાશિફળ 14 જુલાઇઃ આજે સિદ્ધિ યોગનો શુભ સંયોગ, કન્યા સહિત 5 રાશિને સૂર્યદેવની કૃપાથી થશે ભાગ્યોદય
Rashifal 14 July 2024: રવિવારનો દિવસ આત્મા અને પિતાના કારક ગ્રહ અને ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. આજે 14 જુલાઇના રોજ ચંદ્રનો સંચાર કન્યા ઉપરાંત તુલા રાશિ પર રહેશે. અષાઢ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના રોજ સિદ્ધિ યોગ, રવિ યોગ, શિવ યોગ અને ચિત્રા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પરિણામે આજના દિવસનું મહત્વ ઓર વધી ગયું છે.

વૈદિક જ્યોતિષ અનુસાર, આજે બની રહેલા આ શુભ યોગનો લાભ કર્ક, કન્યા, કુંભ ઉપરાંત અન્ય 5 રાશિને મળશે. આ રાશિના જાતકો પરોપકારના કાર્યો પર ધન ખર્ચ કરશે અને નવી ચીજો તરફ ઉત્સાહ રહેશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે આજે રવિવારનો દિવસ કેવો રહેશે.

​મેષ (Aries)

​મેષ (Aries)

આજે વેપાર માટે કોઇ બેન્ક અથવા સંસ્થા પાસેથી ઋણ લેવાનો વિચાર ટાળો, કારણ કે સમય યોગ્ય નથી. જૂના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે અને તમારાં મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થશે. આજે ભાગ્ય 68 ટકા તમારાં પક્ષમાં રહેશે, ચોખાનું દાન કરો.

​વૃષભ (Taurus)

​વૃષભ (Taurus)

આજે ભાગદોડ વધારે રહેશે, પરંતુ સાવધાન રહો. પગમાં ઇજા થવાનો ડર છે. આજે કોઇ કામમાં લેવડ દેવડ કરવી પડે તો કરી શકો છો, ભવિષ્યમાં તેનો ભરપૂર લાભ મળશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે ભાગ્ય 72 ટકા તમારાં પક્ષમાં રહેશે, શિવ જાપ માળાનો પાઠ કરો.

​મિથુન (Gemini)

​મિથુન (Gemini)

આજે કોઇ શારિરીક કષ્ટમાં વૃદ્ધિ થશે, આજના દિવસે અનાવશ્યક ખર્ચ રહેશે, નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઇ શુભ સમાચાર મળશે, સામાજિક કાર્યોમાં કેટલીક પરેશાની આવી શકે છે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે, તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો, દીપ પ્રગટાવો.

​કર્ક (Cancer)

​કર્ક (Cancer)

સંતાન પક્ષને સારું કામ કરતા જોઇ તેમના પર વિશ્વાસ ઓર મજબૂત બનશે. માતૃપક્ષ તરફથી પ્રેમ અને સહયોગ મળવાની પ્રબળ સંભાવના છે. સુખ સુવિધાઓ પર ધન ખર્ચ કરશો, પિતાનું વિશેષ ધ્યાન રાખો. આજે ભાગ્ય 98 ટકા તમારાં પક્ષમાં રહેશે, ભગવાન વિષ્ણુની 108 માળાનો જાપ કરો.

​સિંહ (Leo)

​સિંહ (Leo)

આજે માનસિક તણાવ તમને પરેશાન કરી શકે છે, જેનાથી તમે રસ્તો ભટકી શકો છો. જો કે, માતા પિતાના આશીર્વાદથી બપોર બાદ રાહત મળશે. આંખ સંબંધિત કોઇ પરેશાની હશે તો તેમાં સુધાર આવશે. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે, બ્રાહ્મણોને દાન કરો.

​કન્યા (Virgo)

​કન્યા (Virgo)

આજે તમારાં અધૂરાં કાર્યો પૂરાં કરવાનો દિવસ છે, આળસ ત્યાગ કરી તમારાં વેપાર અને ઘરના અધૂરાં કાર્યો પૂરાં કરો. માતા પિતાનો સહયોગ મળશે. અનાવશ્યક ખર્ચ ટાળો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે, ચંદનનું તિલક લગાવો.

​તુલા (Libra)

​તુલા (Libra)

આજે દિવસ તમારાં અધિકાર અને ધનમાં વૃદ્ધિનો છે. અન્યોના હિતમાં વિચારશો અને તેઓની સેવા કરશો. નોકરી અને વ્યવસાયમાં કોઇ નવા કાર્યમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો લાભ મળશે. આજે ભાગ્ય 96 ટકા તમારાં પક્ષમાં રહેશે, સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો.

​વૃશ્ચિક (Scorpio)

​વૃશ્ચિક (Scorpio)

આજે મનમાં ક્રોધની ભાવના રહેશે, વ્યવસાયને વિસ્તાર આપવા માટે પ્રયાસ ફળદાયી રહેશે. કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા મળવાના ચાન્સિસ વધારે છે. નોકરી અને વેપારમાં કોઇ વિવાદમાં ના પડો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે, શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

​ધન (Sagittarius)

​ધન (Sagittarius)

આજે દિવસ પરોપકારના કાર્યોમાં પસાર થશે, ધાર્મિક અને રાજનૈતિક કાર્યોમાં રૂચિ વધશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે, સાંજથી રાત સુધી પેટ ખરાબ થવાની સંભાવના છે, તેથી ખાન પાનનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે, સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો.

​મકર (Capricorn)

​મકર (Capricorn)

કિંમતી વસ્તુઓની પ્રાપ્તિની સાથે અનાવશ્યક ખર્ચ થવાની પણ સંભાવના છે. મોસાળ પક્ષ તરફથી સન્માન મળશે. ભવિષ્ય માટે કરેલું રોકાણ ફળદાયી રહેશે, વેપારમાં મન લાગશે અને અટકેલાં કાર્યો પૂરાં થશે. આજે ભાગ્ય 87 ટકા તમારાં પક્ષમાં રહેશે, દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવરાવો.

​કુંભ (Aquarius)

​કુંભ (Aquarius)

આજે દિવસ સિદ્ધિ આપનાર રહેશે, તમારી બુદ્ધિ અને વિવેકથી નવી ચીજોનો આવિષ્કાર કરી વેપારને શિખર પર પહોંચાડવાનો દિવસ છે. પરિજનો દ્વારા વિશ્વાસઘાત મળવાની સંભાવના છે, તેથી સાવધાન રહો. આજે ભાગ્ય 73 ટકા તમારાં પક્ષમાં રહેશે, કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો.

​મીન (Pisces)

​મીન (Pisces)

આજે દિવસ સુખદ રહેશે, મહેનતના ઉત્તમ પરિણામ મળશે. સુખ સુવિધાના સાધનો પર ખર્ચ કરશો. માતા પિતાની મદદ અને આશીર્વાદથી તમારાં અટકેલાં કાર્યો પૂરાં થશે. ભાઇ બહેનોનો સહયોગ મળશે. આજે ભાગ્ય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળના વૃક્ષ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો