Please enable javascript.Agent Visa Fraud,બેરોજગાર દીકરાને અમેરિકા મોકલવા પિતાએ જમીનો વેચી, દુબઈમાં 1 મહિનો રાખી એજન્ટે કાંડ કર્યો - us visa fraud agent scammed father and son duo - Iam Gujarat

બેરોજગાર દીકરાને અમેરિકા મોકલવા પિતાએ જમીનો વેચી, દુબઈમાં 1 મહિનો રાખી એજન્ટે કાંડ કર્યો

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 5 Jul 2024, 5:42 pm
Subscribe

US agent visa fraud: ભારતમાં બેરોજગાર દીકરાને અમેરિકા મોકલી સેટલ કરવાના ચક્કરમાં પિતાએ લાખો રૂપિયા ગુમાવી દીધા છે. કરનાલની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાની જમીનો વેચીને લાખો રૂપિયા કમાણી કરી. બાદમાં તેણે પોતાના દીકરાને અમેરિકા મોકલવા માટે એજન્ટને 36 લાખ રૂપિયા આપી દીધા હતા. પરંતુ એજન્ટે તો તેમના દીકરાને દુબઈમાં મોકલી દીધો અને 1 મહિના સુધી ત્યાં જ રાખ્યો હતો. બાદમાં ભારત પાછો મોકલી દેતા એજન્ટે આખા પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી.

હાઈલાઈટ્સ:

  • અમેરિકા દીકરાને સેટલ કરવા જતા પિતાએ જમીનો વેચી
  • એજન્ટે લાખો રૂપિયા પડાવી દુબઈ મોકલ્યો
  • દુબઈથી અમેરિકા નહીં પર ભારત આવતા સીન થયો


US agent visa fraud:
અમેરિકા જવા માટે એજન્ટોનો સંપર્ક સાધવા જતા પિતાએ જમીનો પણ ગુમાવી અને દીકરો પણ દુબઈ અટવાઈ ગયો હતો. ભારતમાં બેરોજગાર બેઠેલા દીકરાને અમેરિકા જઈ સેટલ કરવાનું સપનું જોતા પિતાએ તેની જમીનો વેચી કાઢી હતી. એનાથી જે લાખો રૂપિયા આવ્યા તે તેણે એક એજન્ટને આપ્યા કે જે એજન્ટે દુબઈથી અમેરિકા મોકલવાનો વાયદો કર્યો હતો. જોકે બાદમાં અહીં 1 મહિના સુધી છોકરાની સાથે દુબઈમાં જે થયું એ અંગે જાણીને રુંવાડા ઊભા થઈ જશે. કારણ કે એજન્ટે એવી રીતે ફસાવ્યા કે તેમનો દીકરો ના ભારતનો રહ્યો ન અમેરિકાનો રહ્યો. આ ઘટનાક્રમ પર વિગતે નોંધ લઈએ.
પીડિત પિતાએ પોલીસ સ્ટેશને આ અંગે 2 ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે અમેરિકા મોકલવાનાં નામ પર એક એજન્ટે તેમની સાથે 36 લાખ રૂપિયાનું કૌભાંડ કરી દીધું છે. જુંડલા ગામના રહેવાસી ધર્મવીરે કહ્યું કે મારો દીકરો બેરોજગાર હતો અને હું તેને અમેરિકા મોકલવા માગતો હતો. આ અંગે મેં ફેબ્રુઆરી 2022માં કરનાલ સ્થિત એક વર્લ્ડ ટૂર એન્ડ ટ્રાવેલ્સના કાર્યાલયમાં એજન્ટ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અહીં એજન્ટે મને અમેરિકા ચપટી વગાડતા તમારા દીકરાને મોકલી દઈશ એમ કહ્યું હતું.

આ દરમિયાન આરોપીએ 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. જેમાં પેમેન્ટ પ્રોસિજરમાં આ રકમનાં અડધા રૂપિયા કામ થયા પહેલા અને અડધા કામ થયા પછી આપવાના હતા. આ દરમિયાન તેમણે પાસપોર્ટ બનાવવા અને દીકરાને વિઝા આપવામાં પ્રોસેસ કરીશું એમ જણાવ્યું હતું. તેમણે આ કામ માટે 10 લાખ રૂપિયા એજન્ટને તેમના ભાઈની હાજરીમાં આપ્યા હતા. એજન્ટે 10 લાખ રૂપિયા લીધા પછી જણાવ્યું કે ચિંતા ન કરો હવે ચપટી વગાડતા તમારો દીકરો અમેરિકા પહોંચી જશે. એજન્ટે કહ્યું કે હવે તમે બીજા રૂપિયાનું બંદોબસ્ત કરી દેજો એટલે ફટાફટ પેપર વર્ક પૂરા થાય અને તમારો દીકરો અમેરિકા પહોંચી જાય.

હવે રૂપિયાની બીજી વ્યવસ્થા તેના પિતાથી થઈ શકે એમ નહોતી. એટલે તેમણે જૂન મહિનામાં પોતાની 2 એકર જમીન વેચી દીધી હતી. જેનાથી તેમને 30 લાખ રૂપિયા બીજા મળ્યા હતા. હવે એજન્ટે એમ કહ્યું હતું કે તમારા દીકરાને અમેરિકા પહોંચ્યા બાદ બાકીની રકમ અમને આપજો. પરંતુ એજન્ટે વાતોમાં અને સંબંધની શરમ રાખો એમ કહીને તેમના દીકરાને જેવો ફ્લાઈટમાં બેસાડ્યો કે તરત 26 લાખ રૂપિયા પડાવી લીધા હતા. હવે આ સમયે તેના દીકરાને દુબઈથી અમેરિકા મોકલી દઈશ એ વાયદો કર્યો હતો, ત્યાં એમના એજન્ટે 1 મહિના સુધી આ શખસના દીકરાને દુબઈ રાખ્યો હતો.

એજન્ટે જાનથી મારી નાખવાની ધમકી આપી
હવે આવું થયું હોવાથી 1 મહિના સુધી દુબઈમાં જ છોકરો ફસાયેલો રહ્યો. તેને ઘણી મુશ્કેલીઓ પડી અને બાદમાં એજન્ટે પાછો તેને ભારતની રિટર્ન ટિકિટથી મોકલી દીધો હતો. હવે આ અંગે તે મહિના પછી ઘરે આવી જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારજનોએ એજન્ટને બાદમાં સંપર્ક સાધ્યો અને 36 લાખ રૂપિયા પાછ માગ્યા હતા. જોકે આ સમયે એજન્ટે એકપણ રૂપિયો પાછો નહીં આપું એમ કહી દીધું હતું. પરિવારમાં પણ બધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા કારણ કે જમીનો વેચીને જે રૂપિયા આવ્યા એનાથી દીકરાને અમેરિકા મોકલવા કોશિશ કરી ત્યારે એજન્ટ રૂપિયા ખાઈ ગયો જેથી તેમને ધ્રાસકો પડ્યો હતો. જોકે એજન્ટે ઘણા સમય સુધી રૂપિયા ન પરત કર્યા અને એક દિવસે તો તેણે ધમકી આપી દીધી કે તમારા આખા પરિવારને જાનથી મારી નાખીશ.

આવી ધમકી મળતા જ બધા ગભરાઈ ગયા અને તેમણે પોલીસ સ્ટેશને સંપર્ક સાધવાનું મન બનાવી લીધું હતું. તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી અને દીકરા સાથે જે જે ઘટ્યુ તથા એજન્ટની જે ટૂર્સ એન્ડ ટ્રાવેલની આખી ગેમ ચાલતી હતી તેનો પર્દાફાશ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી અને એજન્ટે આવા કેટલા લોકોને છેતર્યા હશે તેની પણ નોંધ લેવામાં આવી રહી છે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો