Please enable javascript.CISF Officer Slaps Kangana Ranaut,એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારનારી કોન્સ્ટેબલ પર સસ્પેન્શન બાદ FIR નોંધાઈ - kangana ranaut slapped by cisf woman - Iam Gujarat

એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારનારી કોન્સ્ટેબલ પર સસ્પેન્શન બાદ FIR નોંધાઈ

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 10 Jun 2024, 10:32 am
Subscribe

CISF Officer slaps Kangana Ranaut: મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા પછી 6 જૂનના દિવસે કંગના રનૌત દિલ્હીથી પરત ફરી રહી હતી. તે સમયે ચંદીગઢ એરપોર્ટ પર મોટી બબાલ થઈ ગઈ હતી. અહીં સિક્યોરિટી ચેક પછી CISFની એક મહિલા જવાન કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી દીધી હતી. કંગના રનૌતની ફરિયાદ બાદ CISFએ આરોપી મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધી અને હવે FIR પણ દાખલ કરાઈ ચૂકી છે એટલે તેના પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

file pic
ફાઈલ ફોટો
CISF Officer slaps Kangana Ranaut: હિમાચલની મંડી લોકસભા સીટથી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જોકે ત્યારપછી મોટો હોબાળો મચી ગયો અને આ મામલે બાદમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી CISF કોન્સ્ટેબલની વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે અને આગળની કાર્યવાહી પણ શરૂ છે. જોકે આની પહેલા CISF મહિલા ઓફિસરને માત્ર સસ્પેન્ડ કરીને આગળ કાર્યવાહીની તપાસ કરવા જણાવ્યું હતું. જોકે બાદમાં મોટા એક્શન લેવાઈ શકે છે. આ કેસ સાથે સંબંધિત પોલીસ ઓફિસરે CISFની આરોપી મહિલા કુલવિંદર કૌર વિરૂદ્ધ આઈપીસીની કલમ 323 અને કલમ 341 અંતર્ગત કેસ દાખલ કરી દીધો છે. જોકે હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી.

તમને જણાવી દઈએ કે મંડીની લોકસભા ચૂંટણી જીતી 6 જૂનના દિવસે કંગના રનૌત દિલ્હી પરત ફરી રહી હતી. જોકે આ સમયે ચંદીગઢ એરપોર્ટ પર અચાનક બબાલ થઈ ગઈ હતી. અહીં સિક્યોરિટી ચેકિંગ પછી CISFની એક મહિલા ઓફિસરે કંગના રનૌતને કચકચાવીને થપ્પડ મારી દીધો હતો. આને કારણે બે ઘડી તો આ કંગના રનૌત હક્કીબક્કી રહી ગઈ હતી. તેવામાં કંગનાની ફરિયાદ પર CISFએ આરોપી મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધી અને હવે ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના સમયે CISFની એ મહિલાનું પણ નિવેદન સામે આવ્યું હતું જેમાં તેના પર કંગના સાથે મારપીટનો આરોપ લગાવાયો હતો. વીડિયોમાં આરોપી જવાન કહી રહી હતી કે આ એવું બોલી રહી હતી કે ખેડૂત આંદોલનમાં 100-100 રૂપિયા આપી મહિલાઓને બોલાવાતી હતી. તેમાં મારી માતા પણ હતી.

ઘટના પછી કંગનાએ પોતાનો વીડિયો શેર કર્યો
હવે આ થપ્પડ કાંડ પર કંગનાએ એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમાં તેણે કહ્યું કે હું એકદમ સુરક્ષિત છું. આજે જે પણ થયુ એ સિક્યોરિટી ચેકિંગ દરમિયાન મારી સાથે થયું હતું. હું જેવી સિક્યોરિટી ચેકિંગ બાદ બહાર આવી કે બીજી કેબિનમાં જે મહિલા હતી તેને હું અહીંથી ક્રોસ કરું એનો વેઈટ કર્યો હતો. પછી જેવી તેને તક મળી કે તરત મારી સાઈડ આવી અને થપ્પડ મારી હતી. આની સાથે મને બેફામ જેમતેમ ગાળો પણ બોલવા લાગી હતી. મેં એને પૂછ્યું કે તે આવું કેમ કર્યું તો તેણે કહ્યું કે હું ખેડૂત આંદોલનને સપોર્ટ કરું છું. પરંતુ મારી ચિંતા એ છે કે જે આતંકવાદ અને ઉગ્રવાદ પંજાબમાં વધી રહ્યો છે તેને અમે કેવી રીતે હેન્ડલ કરી શકીશું?

4 વર્ષ પહેલા કરેલા કંગનાના ટ્વિટથી નારાજ હતી કોન્સ્ટેબલ
કંગના રનૌતે 4 વર્ષ પહેલા ખેડૂત આંદોલનને લઈને એક ટ્વિટ કર્યું હતું. કંગના રનૌતે આ ટ્વીટમાં 3 કૃષિ કાયદાઓ વિરૂદ્ધ થયેલા ખેડૂત આંદોલન દરમિયાન પંજાબની 80 વર્ષની એક વૃદ્ધ મહિલા ખેડૂતની ખોટી ઓળખ કરી અને તેને બિલકિસ બાનો કહેવામાં આવ્યા હતા. કંગનાએ જે ટ્વિટ કર્યું હતું તેમાં આ વૃદ્ધ મહિલા જોવામાં આવી હતી. તેમના હાથમાં ખેડૂત આંદોલનનો ધ્વજ પણ હતો.

CISFએ આપ્યા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે એરપોર્ટ પર સિક્યોરિટી આપતા CISF દળે આ ઘટના અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે અત્યારસુધી તેના વિરૂદ્ધ કોઈ સતર્કતા તપાસ અથવા સજા નથી થઈ. તેના પતિ પણ એ જ એરપોર્ટ પર ફરજ બજાવે છે. વળી ઘટનાને ગંભીર મામલો ગણાવી રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ મોટી કાર્યવાહી થાય એમ માંગ કરી છે અને પેનલે પણ આ મામલે તપાસની માગ કરી છે.તેમણે એક્સ પર પોસ્ટમાં કહ્યું કે એરપોર્ટ પર સુરક્ષા માટે તૈનાત લોકો પોતે જ સુરક્ષાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો