Please enable javascript.SRK KD Hospital Admit,શાહરુખ ખાનને અમદાવાદમાં લૂ લાગતા હોસ્પિટલમાં દાખલ, હોટેલ પહોંચતા એવું શું થઈ ગયું? - shahrukh khan at kd hospital - Iam Gujarat

શાહરુખ ખાનને અમદાવાદમાં લૂ લાગતા હોસ્પિટલમાં દાખલ, હોટેલ પહોંચતા એવું શું થઈ ગયું?

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 23 May 2024, 10:06 am
Subscribe

SRK at hospital: શાહરૂખ ખાનને કોલકાતાની મેચ દરમિયાન અમદાવાદની ગરમી સહન ન થઈ. તેની તબિયત અચાનક લથડી જતા કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનને ડિહાઈડ્રેશનની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ડોકટર્સની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રાથમિક સારવાર પણ શાહરુખ ખાનને આપવામાં આવી રહી છે. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે તબિયતમાં સુધાર આવી રહ્યો છે અને જલદીથી ડિસ્ચાર્જ પણ તેમને કરી દેવાશે.

file pic
ફાઈલ ફોટો
SRK at hospital: કિંગ ખાનનાં ફેન્સ માટે એક શોકિંગ સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટર શાહરૂખ ખાન અમદાવાદની કેડી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાનને ડિહાઈડ્રેશનને લીધે તથા ગરમીમાં લૂ લાગી જવાને કારણે તબિયત બગડી ગઈ હતી. જેના પરિણામે તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. અત્યારે તે ડોકટરની દેખરેખ હેઠળ છે અને પ્રાથમિક સારવાર બાદ તેમને ટૂંક સમયમાં ડિસ્ચાર્જ પણ કરાશે.

શાહરુખ ખાન હોસ્પિટલમાં એડમિટ થયા
21 મેના દિવસે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024ની પહેલી ક્વોલિફાયર રમાઈ હતી. આ મેચમાં કોલકાતાએ બાજી મારી લીધી અને ચોથી વાર ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આના માટે શાહરુખ 2 દિવસથી અમદાવાદમાં જ હતો. તેવામાં અમદાવાદમાં જે ગરમીનો પારો ચઢી ગયો છે એને જોતા તેમને લૂ લાગી ગઈ હતી. એટલું જ નહીં ડિહાઈડ્રેશનના કારણે તેમને દાખલ કરવા પડ્યા હતા. મેચ પછી પણ શાહરુખ ખાન મેદાન પર રહ્યા હતા અને ફેન્સનું અભિવાદન કરતા નજરે પડ્યા હતા. ત્યારપછી તેઓ મોડી રાતે પોતાની ટીમ સાથે ફાઈવ સ્ટાર હોટેલ પહોંચ્યા જ્યા તેમનું સ્વાગત કરાયું અને બાદમાં તબિયત બગડી.

22 મેના દિવસે બપોરે એડમિટ કર્યો
શાહરુખ ખાનની 22 મેના દિવસે સવારે તબિયત લથડી ગઈ હતી. ત્યારપછી તેને બપોરે એક વાગ્યાની આસપાસ કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ડોકટરે શાહરુખ ખાનને આરામ કરવા માટે કહ્યું છે. તેમને IPL 2024ની ફાઈનલ મેચ 26 મેના દિવસે ચેન્નઈમાં રમાવાની છે ત્યાં પણ પોતાની ટીમ સાથે જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેવામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. તમામ લોકોને ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી છે. આની સાથે જ તેમનું કહેવું છે કે તે પોતાને હાઈડ્રેટ કરતા રહે. જો બહાર જવાના હોય તો સાથે પાણી જરૂર રાખે.

હવે શાહરુખ ખાનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટરને પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સથી ઘણી આશાઓ છે. તેમને આ વર્ષે કપ જીતવો જછે. જોકે હવે તો સમય બતાવશે કે અંતિમ ફાઈનલ મેચમાં કઈ ટીમ બાજી મારી જશે. ઉલ્લેખનીય છે કે શાહરુખને છેલ્લીવાર તેમની ફિલ્મ ડંકીમાં જોવામાં આવ્યા હતા. તેમને જોકે અત્યારસુધી કોઈપણ નવી ફિલ્મ આવી રહી છે એની જાહેરાત કરી નથી. પરંતુ આઈપીએલ 2024 પછી તેઓ ફરીથી ફિલ્મનું શુટિંગ કરે એવી ધારણા લગાવવામાં આવી રહી છે.

સુહાના ખાને 22 મેના દિવસે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તે પોતાના પિતા શાહરુખ ખાન સાથે અમદાવાદમાં જ હતી. આની સાથે દોસ્ત અનન્યા પાંડે અને શનાયા કપૂર પણ જોવા મળી હતી. તે બધા 21 મેના દિવસે અહીં મેચમાં પણ હાજર રહ્યા હતા. ત્યારપછી બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. શાહરુખ ખાનની તબિયત બાદમાં લથડી જતા સુહાનાએ પોતાનો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ નથી કર્યો. આની સાથે અમદાવાદમાં આર્યન અને અબરામ ખાન પણ અમદાવાદ આવી ગયા છે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો