એકેડેમી અવોર્ડ્સ 2024 લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં 11 માર્ચે યોજાયા હતા. 23 કેટેગરીમાં અવોર્ડ આપવાના હતા. જેમાંથી ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઓપનહાઈમરે' બાજી મારી છે. આ ફિલ્મે અલગ-અલગ કેટેગરીમાં સાત અવોર્ડ જીત્યા છે. 'પુઅર થિંગ્સે' પણ ચાર અવોર્ડ જીત્યા છે. જોકે, ભારતીયોને નિરાશા સાંપડી છે કારણકે માત્ર એક ડૉક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ નોમિનેટ થઈ હતી પરંતુ જીતી ના શકી. 'ટુ કિલ અ ટાઈગર' નામની ડૉક્યુમેન્ટ્રી નોમિનેટ થઈ હતી. 2023માં ભારતીયોને બે ઓસ્કર મળ્યા હતા. 2023માં એસએસ રાજમૌલીની પીરિયડ ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. 2024માં પણ આ ગીતને યાદ કરવામાં આવ્યું હતું. દુનિયાભરના કેટલાક અદ્ભૂત સ્ટંટવાળી ફિલ્મોની એક એડિટેડ ક્લિપ તૈયાર કરવામાં આવી હતી. જેમા રામચરણ અને જૂનિયર એનટીઆર અભિનિત ફિલ્મ RRRની ક્લિપ પણ બતાવાયેલી હતી.ઓસ્કર મનોરંજન જગતનો પ્રતિષ્ઠિત અવોર્ડ છે. જેને પામવાની ચાહ ઈન્ડસ્ટ્રીના દરેક વ્યક્તિને હોય છે. ઘણીવાર ફિલ્મ નોમિટનેટ થાય ત્યારે અપેક્ષા હોય છે કે અવોર્ડ મળી જશે. એક્ટર રોબર્ટ ડાઉની જૂનિયર સાથે પણ કંઈક આવું જ થયું હતું, તેઓ ત્રણવાર નોમિનેટ થયા હતા પણ અવોર્ડ ના જીતી શક્યા. જોકે, આ વખતે પહેલીવાર તેઓ અવોર્ડ જીત્યા છે. બિલી ઈલિશે પણ 87 વર્ષે જૂનો રેકોર્ડ તોડતાં સૌથી ઓછી ઉંમરમાં બે ઓસ્કર્સ જીતવાનો રેકોર્ડ બનાવીને ઈતિહાસ સર્જ્યો છે.
અહીં જોઈ લો ઓસ્કર્સ અવોર્ડ વિજેતાનું આખું લિસ્ટ:
બેસ્ટ ફિલ્મ: ઓપનહાઈમર
બેસ્ટ એક્ટ્રેસ: એમા સ્ટોન (પુઅર થિંગ્સ)
બેસ્ટ એક્ટર: કિલિયન મર્ફી (ઓપનહાઈમર)
બેસ્ટ ડાયરેક્ટર: ક્રિસ્ટોફર નોલન (ઓપનહાઈમર)
બેસ્ટ ઓરિજિનલ સોન્ગ: વ્હોટ વોઝ આઈ મેડ ફોર (બાર્બી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: રોબર્ટ ડાઉની જૂનિયર (ઓપનહાઈમર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: ડા'વાઈન જોય રેંડોલ્ફ (ધ હોલ્ડઓવર્સ)
બેસ્ટ ઓરિજિનલ સ્કોર: લુડવિંગ ગોરાનસન (ઓપનહાઈમર)
બેસ્ટ સાઉન્ડ: ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ: ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ઓપનહાઈમર
બેસ્ટ ડૉક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ: ધ લાસ્ટ રિપેર શોપ
બેસ્ટ ફિલ્મ એડિટિંગ: ઓપેનહાઈમર
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ: ગોડઝિલા માઈનસ વન
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ: ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
બેસ્ટ કોશ્ચૂયમ ડિઝાઈન: પુઅર થિંગ્સ
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન: પુઅર થિંગ્સ
બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ: પુઅર થિંગ્સ
બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે: અમેરિકન ફિક્શન
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે: એનાટોમી ઓફ અ ફોલ
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ: ધ બોય એન્ડ ધ હેરોન
એનિમેટેડ શોર્ટ મૂવી: વોર ઈઝ ઓવર! ઈન્સ્પાયર્ડ બાય ધ મ્યૂઝિક ઓફ જોન એન્ડ યોકો