એપશહેર

અમેરિકા, યુરોપ ફરવાનો ગુજરાતી સિનિયર સિટિઝનમાં નવો ટ્રેન્ડ શરૂ; વર્લ્ડ ટૂરનો પ્લાન હિટ

Gujarati Senior citizen world tour craze: ગુજરાતી સિનિયર સિટિઝન્સ હવે રિટાયર્નમેન્ટ લાઈફ જીવવા માટે વિદેશની ટ્રિપ્સ પર ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અત્યારે ટ્રાવેલ એજન્ટોએ આંકડાઓ રજૂ કર્યા તો છેલ્લા કેટલાક વેકેશનમાં ફેમિલી સાથે અથવા સોલો કે કપલ ટ્રિપમાં 70 ટકા લોકો તો સિનિયર સિટિઝન હતા. તેઓ પોતાના ફ્રી સમયને હવે વર્લ્ડ ટૂરમાં જઈને પસાર કરે છે. આ અંગે તેમના ઘરવાળા પણ તેમને પ્રોત્સાહન આપે છે તથા સપોર્ટ પણ કરે છે. અત્યારે તેઓ પોતાની સેકન્ડ ઈનિંગ હવે દેશ-વિદેશમાં ફરીને પસાર કરવા માગે છે.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 6 Jul 2024, 6:38 pm

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં સિનિયર સિટિઝનનો વિદેશ ટ્રિપનો ક્રેઝ વધ્યો
  • ટ્રાવેલ એજન્ટ્સે જણાવ્યું 70 ટકા ગ્રાહકો સિનિયર સિટિઝન
  • રિટાયર્નમેન્ટ પછી તેઓ દુનિયાની સફર પર નીકળ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ


Gujarati Senior citizen world tour craze:
ગુજરાતી યુવકોમાં અત્યારે જેમ અમેરિકા, યૂરોપિયન કંટ્રીઝ કે કેનેડામાં સેટલ થવાનો ક્રેઝ શરૂ થઈ ગયો છે. તો બીજી બાજુ સિનિયર સિટિઝનો પણ આ રેસમાં જોડાઈ ગયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે હવે ગુજરાતી સિનિયર સિટિઝન્સ હવે પોતાની સેકન્ડ ઈનિંગ પ્લાન કરવા માટે વર્લ્ડ ટૂર કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે રિટાયર્ડ છીએ, ટાયર્ડ નથી. 60ની ઉંમરનો આંકડો વટાવી દેનારા મોટાભાગના કપલ હવે પ્લેનની ટિકિટો બુક કરાવી દેશ-વિદેશમાં ફરવાનો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. તેઓ હાઈકિંગ બૂટ, આફ્ટરનૂન નેપ માટેની સામગ્રી તથા એડવેન્ચરઝ લાઈફ સ્ટાઈલના પેકેજ પસંદ કરી અમેરિકા, યૂરોપિયન કંટ્રીઝમાં ફરી રહ્યા છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા મહિનાઓમાં આ બુકિંગમાં વધારો નોંધ્યો છે. સહપરિવાર કે પછી સિંગલ્સ અથવા કપલના બુકિંગ જોરશોરથી વધી રહ્યા છે. છેલ્લા 3 મહિનાના જ આંકડાની વાત કરીએ તો અમદાવાદના જૈન લોટસ ગ્રુપે જણાવ્યું કે 60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ટૂરિસ્ટ વિઝાની સારી એવી માગ કરી છે. આખા વર્ષમાં કૂલ 1178 મેમ્બર્સે આ બુક કરાવી હતી ટ્રીપ તેમાથી 70 ટકા ટ્રાવેલર્સ તો 60થી વઘુ વર્ષની ઉંમરના હતા.

જૈન લોટસ ગ્રૂપના 67 વર્ષીય ભૂતપૂર્વ પ્રમુખ મુકેશ શાહે જણાવ્યું હતું કે “અમે ભૂટાન, ચીન, હોંગકોંગ, યુરોપ, વિયેતનામ, શ્રીલંકા સહિતના દેશોમાં આવી અનેક ટ્રિપ્સનું આયોજન કર્યું છે. આ વર્ષે 1,200થી વધુ સભ્યો ન્યૂઝીલેન્ડ જઈ રહ્યા છે, જ્યારે અન્ય ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. અમે નુકસાન ઘટાડવા માટે વિઝા રિજેક્શન રેશિયોની પણ ગણતરી કરીએ છીએ અને બાદમાં બધાને સરળતાથી વિઝા મળી જાય એના પર પણ નોંધ લઈએ છીએ.”

આ વરિષ્ઠ પ્રવાસીઓ મોટાભાગે ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, નિવૃત્ત વ્યાવસાયિકો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય છે. અમદાવાદના ઉદ્યોગપતિ ગૌરાંગ શેરાવાલાએ તાજેતરમાં લેહ લદ્દાખની ટ્રિપનો આનંદ માળ્યો હતો. હવે આ સ્થળ મોટાભાગે યુવા બેકપેકર્સ અને બાઇકર્સમાં લોકપ્રિય છે. પરંતુ ઉંમર ક્યારેય તમને હરતા ફરતા અટકાવતી નથી. તેમણે જણાવ્યું કે અમે લદ્દાખ જવાનું નક્કી કર્યું, ત્યારે ખરાબ હવામાન અને ભૂપ્રદેશને કારણે ઘણા લોકોએ ન આવવાનું મન બનાવી લીધું હતું. પરંતુ 69 વર્ષથી વધુ ઉંમરના છ કપલે હિંમત દાખવી આ ટ્રિપ ખેડવાનું મન બનાવી લીઘું હતું. તેમણે કહ્યું કે અમારી બસનો રસ્તામાં અકસ્માત થયો એટલું જ નહીં ઠંડીને કારણે અમે અટવાઈ પણ ગયા હતા.

અમારા ઘણા બધા સિનિયર સિટિઝન કપલને હાર્ટને લગતી બીમારી હતી. છતા અમે આ સફર ખેડી અને બરાબરના એન્જોય કર્યું હતું.

એટલું જ નહીં અત્યારે ગુજરાતમાં આવા સિનિયર સિટિઝના વિવિધ ગ્રુપ બન્યા છે. જે એક સાથે તેમના મેમ્બર્સ સાથે ટ્રિપ પણ કરતા હોય છે. આવા જ એક ગ્રુપ સિનિયર સિટીઝન કલ્ચરલ ગ્રુપના સેક્રેટરી, 86 વર્ષીય MT શાહે પોતાના ટ્રાવેલ એડવેન્ચર એક્સપેરિયન્સ શેર કર્યા હતા. તેમણે કહ્યું કે “અમે લગભગ 175 સભ્યો સાથે 2008માં આવી ટ્રિપ્સ કરવાની શરૂઆત કરી હતી અને અત્યારસુધી સિંગાપોર, થાઈલેન્ડ, દુબઈ, મોરેશિયસ, તુર્કી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને રશિયા સહિત 18 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છીએ. અમે પ્રવાસ દરમિયાન યોગ્ય આરામ સુનિશ્ચિત કરીએ છીએ અને સવારે 10 વાગ્યા પહેલાં ક્યારેય જોવાનું શરૂ નથી કરતા જેથી કરીને બધાની ઊંઘ પૂરી થઈ જાય. અમે ઘરેથી નાસ્તો અને રસોઇયા પણ લાવીએ છીએ.

ટ્રાવેલ એજન્ટોને પણ બંપર કમાણી
આ પ્રમાણેની જે ટ્રાવેલની આખી ટ્રિપ પ્લાન થતી હોય છે તેમા એક સિનિયર સિટિઝન વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દોઢ લાખથી 4 લાખ રૂપિયાનો ચાર્જ વસુલાય છે. જોકે ઘણા માતા પિતા એવા છે કે તેમના દીકરા-દીકરીઓ હંમેશા માટે ભારત દેશની બહાર બીજા દેશમાં સેટલ થઈ ગયા હોય. અથવા તો ઘરની જવાબદારી હવે દીકરાઓ પર સોંપીને પોતે આરામથી બેસી ગયા હોય.

હવે આ અંગે તેમના દીકરાઓ પણ માતા પિતાને પ્રોત્સાહન આપે છે કે તમે આવી ટ્રિપ પર જાઓ અને એન્જોય કરો. તમારી બચતમાંથી ભલે તમે રૂપિયા વાપરો એનો કશો વાંધો નથી.

આની સાથે હવે ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAAI) – ગુજરાતના ચેરમેન વીરેન્દ્ર શાહે બદલાતા સમય પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર જે સારી કમાણી કરીને રિટાયર્ડ થઈ ગયા છે, તેઓ પોતાની બચતમાંથી વૃદ્ધાવસ્થામાં સરસ એક્ટિવ જીવન જીવવાનું પસંદ કરે છે.

તેઓ હવે પોતાની સેવિંગ્સમાંથી રૂપિયા ખર્ચ કરીને આમ વિદેશની ટ્રિપ મારવા માટે પણ આગળા આવ્યા છે. યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં ફરવા જવાનો ટ્રેન્ડ પણ વધી ગયો છે. એટલું જ નહીં મોટાભાગનાં ટ્રાવેલ એજન્ટો તો વિદેશમાં પણ પોતાના જે જે પેકેજ ખરીદનારા છે તેમને પ્રોપર ફૂડ અને વેજિટેરિયન તથા જૈન ફૂડ ઉપલબ્ધ કરાવતા હોય છે.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story