Please enable javascript.Mehsana MBBS Degree Fraud Case,એક મહિનામાં MBBSની ડિગ્રી મળી ગઈ! ન ભણ્યો કે ન પરીક્ષા આપી; ગુજરાતી સાથે લાખોમાં થયો કાંડ - mehsana man mbbs degree scam - Iam Gujarat

એક મહિનામાં MBBSની ડિગ્રી મળી ગઈ! ન ભણ્યો કે ન પરીક્ષા આપી; ગુજરાતી સાથે લાખોમાં થયો કાંડ

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 18 Jun 2024, 12:22 pm
Subscribe

Mehsana MBBS Degree fraud case: ગુજરાત રાજ્યમાં MBBSની ડિગ્રી ફેક હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસાણાના શખસે લાખો રૂપિયા ખર્ચીને એક્સ્ટ્રા સ્ટડિઝ માટે MBBSનો કોર્સ કરવાનું વિચાર્યું હતુ. તેને ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો અને ત્યાં તેને બાટલીમાં ઉતારી 16 લાખ રૂપિયા પચાવી પાડ્યા હતા. જોકે આ અંગે શખસે 2019માં ફરિયાદ નોંધાવી હતી પરંતુ FIR બાદમાં જૂન 14, 2024માં નોંધાઈ હતી.

file pic
ફાઈલ ફોટો
Mehsana MBBS Degree fraud case: ના ક્લાસમાં બેઠો, ના અભ્યાસ કર્યો કે ના એકઝામ આપી પરંતુ 16 લાખ રૂપિયા આપી મહેસાણાનાં યુવકે ઘરે બેઠા જ MBBSની ડિગ્રી મેળવી લીધી હતી. એટલું જ નહીં તે ડોકટર પણ બની ગયો અને છેલ્લા 5 વર્ષથી નોકરી પણ કરતો રહ્યો હતો. જોકે હવે NEET 2024 એક્ઝામને લઈને વિવાદ છેડાયો છે ત્યારે સમગ્ર દેશમાં તપાસ શરૂ થઈ ગઈ છે. આની સાથે જ પહેલાથી જ ફેક MBBSની ડિગ્રી ધારકોના કેસમાં મોટુ એક્શન લેવામાં આવ્યું છે.

વર્ષ 2019માં ગુજરાતમાં એક હોમ્યોપેથની ડિગ્રી ફેક હોવાનો કેસ સામે આવ્યો છે. 5 વર્ષ પછી જૂન મહિનામાં દાખલ થયેલી ફરિયાદ પર એક્શન લેતા પોલીસે FIR દાખલ કરી દીધી છે. આ ઘટના મહેસાણાની છે. જેમાં 41 વર્ષીય સુરેશ પટેલ મહેસાણાનાં મોઢેરા રોડ પાસે આવેલી રામેશ્વર સોસાયટીનો રહેવાસી છે. તેને વર્ષ 2018માં ઓનલાઈન અભ્યાસ કરવા માટે અને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે કોર્સ સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તેને ઓલ ઈન્ડિયા ઓલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલની વેબસાઈટથી MBBSનો કોર્સ કરવાનો પ્લાનિંગ કર્યો હતો.

આ દરમિયાન તેણે ડો.પ્રેમ કુમાર રાજપુતનો સંપર્ક સાધ્યો હતો. સુરેશ પટેલે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે હું મહેસાણાની એક હોસ્પિટલમાં કામ કરતો હતો અને શરૂઆતથી જ MBBSની ડિગ્રી લઈ ડોકટર બનવા માગતો હતો. હવે તેવામાં તેને ડો.પ્રેમનો સંપર્ક કર્યો અને તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે મારી 12મા ધોરણની માર્કશિટના આધારે એડમિશન તથા ડિગ્રી પણ મળી જશે. હવે ડો. પ્રેમ કુમારે આ મહેસાણાના શખસને કહ્યું કે ચિંતા ન કરો હું જે પણ ડિગ્રી આપીશ એ લિગલ હશે અને એમાં કોઈ ગેરકાયદેસર કામકાજ નહીં થાય.

હવે આ સમયે તેને ડો. પ્રેમે કહ્યું કે તારે ઘરે બેઠા ભણવું હોય તો પણ ચાલશે. તારી ઈન્ટરશિપ થશે, ટ્રેનિંગ અને એક્ઝામ પણ આપવી પડશે. આ બધુ જ 5 વર્ષ સુધી ચાલ્યા બાદ તને ઝાંસીની એક યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી મળી જશે. આ ડિલ તેને ગમી ગઈ અને બાદમાં મહેસાણાના શખસે 50 હજાર રૂપિયા શરૂઆતમાં ભર્યા અને બાદમાં એડમિશન લેટર લઈ લીધો હતો. તેને આ ડોકટર ટોળકીએ બુંદેલખંડ યુનિવર્સિટીનો એડમિશન કંફર્મેશન લેટર પણ આપી દીધો હતો. આ જોઈને સુરેશ પટેલ પણ ખુશ ખુશ થઈ ગયો હતો.

હવે સુરેશે દાવો કર્યો કે આ કોર્સ દરમિયાન તેને ડો.પ્રેમ સતત મદદ કરતા હતા. તેની સાથે 25થી વધુ વાર કોન્ટેક્ટ કર્યો હતો. એટલું જ નહીં પ્રેમ રાજપુતે એવું કહ્યું કે હું પોતે પણ ડોકટર છુ, મારી પત્ની દુબઈમાં ડોકટર છે અને અન્ય 3 શખસો જોડે તને મળાવું છું એ બધા પણ ડોકટર છે. અમે બધા મળીને તને MBBSની ડિગ્રી અપાવી દઈશું તથા પરીક્ષામાં પાસ કરાવી દઈશું. તેમની ઈન્સ્ટ્રક્શન બાદ જ સુરેશે 16.32 લાખ રૂપિયા ભરી દીધા અને પછી તેના ક્લાસ શરૂ થાય એની રાહ જોતો હતો.

રૂપિયા ચૂકવ્યા બાદ ઘરે ડિગ્રી આવી ગઈ
સુરેશે કહ્યું કે મેં એકસાથે બધા જ રૂપિયા ભરી દીધા અને બાદમાં ધીમે ધીમે મારે ઓનલાઈન લેક્ચર્સની લિંક આવવાનું બંધ થઈ ગયું હતું. એટલું જ નહીં મને ત્યારે શંકા ગઈ કે આ બધુ શું થઈ રહ્યું છે. તેના માટે હવે ડોકટર પ્રેમનો સંપર્ક સાધે એની પહેલા જ એક તેના નામનું કૂરિયર ઓફિસે આવી ગયું હતું. જ્યારે તેને આ ખોલ્યું તો અંદરથી સુરેશ પટેલના નામની MBBSની માર્કશિટ, ડિગ્રી સર્ટિફિકેટ, ઈન્ટર્નશિપ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી આવ્યું હતું. હવે આ સમયે તેની ડિગ્રી પર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્ટેમ્પ પણ હતા. જેના લીધે તે ચોંકી ગયો અને એમસીઆઈને ક્રોસ ચેક કરવા માટે પણ પહોંચી ગયો હતો.

સુરેશ પટેલને આવી કોઈ ગેરકાયદેસર એક્ટિવિટીમાં નહોતું ફસાવવું એટલે તેને એપ્લિકેશન ઓફ કમ્પ્લેન મહેસાણા પોલીસને આપી દીધી હતી. તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ હેન્ડ ઓવર કરી દીધી અને બાદમાં કોઈ રિઝલ્ટ આવ્યું નહોતું. સુરેશે કહ્યું કે 2019મા હું મહેસાણા પોલીસની ટીમ સાથે દિલ્હીમાં સંગમ વિહાર ગયો જ્યાં આનંદ કુમાર રહેતા હતા અને સંસ્થા ચલાવતા હતા. પરંતુ એ સમયે સરનામા પર કોઈ નહોતું રહેતું. બાદમાં અમે પાછળથી દિલ્હીમાં નેહરુ પ્લેસ ખાતેની એક ખાનગી બેંકની શાખામાં ગયા, જ્યાં વ્યવહારો કરવામાં આવ્યા હતા અને એક મોટા રેકેટના પુરાવા એકત્રિત કરી લીધા હતા."

ત્યારપછી વધુ કોઈ કડીઓ મળી ન હતી અને ન તો આરોપીઓનો પત્તો લાગ્યો હતો. લાંબા સમય સુધી પટેલ એ જ પ્રયાસ કરી રહ્યો હતો કે ફરિયાદ નોંધવામાં આવે. આ દરમિયાન પટેલે વધુ પુરાવા એકત્રિત કર્યા અને ડિસેમ્બર 2023મા, તેણે મહેસાણા એસપીની ઓફિસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. આની અરજી નંદાસણ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી જેણે આખરે ચાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા હેઠળ વિશ્વાસ ભંગ, છેતરપિંડી અને ઉશ્કેરણી માટે FIR નોંધી હતી.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો