પાટણઃ પાટણમાં આવેલી પીપીજી એક્સપિરિમેન્ટલ સ્કૂલ ચર્ચામાં આવી છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આક્ષેપ છે કે, શિક્ષકે તેને લાફો માર્યા બાદ તેના કાનમાં કાણું પડી ગયું હતું. જો કે, આ ઘટનાના 12 દિવસ થયા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે. વિદ્યાર્થીની માતાએ જ આ મામલે ફરિયાદ નોંધાવી છે. માતાએ કરેલી ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, પરેશ ડી ઠક્કર નામના એક શિક્ષકે તેમના પુત્રને મોંઢા પર લાફા માર્યા હતા. જે બાદ તેમના દીકરાના કાનમાં કાણું પડી ગયું હતું. માતાની આ ફરિયાદ બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના સમાચાર
ઘરે આવીને વિદ્યાર્થી રડવા માગ્યો
પાટણ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની માતા શીતલબેન દેવેન્દ્રભાઈ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો દીકરો દેવાંશ પીપીજી એક્સપિરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે. ગઈ 9 જૂનના રોજ તેમનો દીકરો સ્કૂલેથી ઘરે આવ્યો હતો અને બાદમાં રડવા લાગ્યો હતો. જેથી તેઓએ પૂછપરછ કરી હતી. ત્યારે તેમના દીકરાએ જણાવ્યું કે, સ્કૂલમાં એકાઉન્ટ ભણાવતા પરેશ ડી. ઠક્કર નામના શિક્ષકે રફ ચોપડામાં લખવા બાબતે ઠપકો આપીને મોંઢા પર માર માર્યો હતો. લાફા મારતા તેને કાનમાં ઈજાઓ થઈ છે અને દુઃખાવો થાય છે.
કાનના પડદામાં કાણું પડ્યાનું નિદાન
એ પછી દેવાંશના માતા-પિતાએ અલગ અલગ હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. દેવાંશના કાનના પડદામાં કાણું પડી ગયું હોવાનું નિદાન થયું હતું. જે બાદ વિદ્યાર્થીના માતાએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, જેના પર આ આરોપ છે એ શિક્ષક પરેશ ઠક્કરે જણાવ્યું કે, એ દિવસે જ્યારે તેઓ સ્કૂલના ક્લાસમાં ગયા તો દેવાંશ બેન્ચ પર ચઢીને મસ્તી કરતો હતો. એ સમયે અચાનક તે બેન્ચ પરથી પડી ગયો હતો અને એના કારણે તેને ઈજા પહોંચી હોઈ શકે છે. એ દિવસે તેનું હોમવર્ક ચેક કરતા તેણે કર્યું પણ નહોતું. સાથે જ સ્કૂલમાં તેનું વર્તન પણ સારુ નહોતું. જેથી તેને ઠપકો આપ્ય હતો પણ માર નહોતો માર્યો.
આચાર્યએ કર્યો બચાવ
બીજી તરફ, આ મામલે સ્કૂલના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે, શિક્ષક પરેશ છેલ્લાં નવ વર્ષથી તેમની સ્કૂલમાં ફરજ બજાવે છે, પણ ક્યારેય તેમના વિરુદ્ધ કોઈ ફરિયાદ આવી નથી. તેમનું શૈક્ષણિક કાર્ય પણ સારુ છે. આ રીતે પ્રિન્સિપલે શિક્ષકનો બચાવ કર્યો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સત્ય હકિકત બહાર આવી શકે છે.
Latest Patan News And Gujarat News