Please enable javascript.ઉત્તરાખંડમાં રેડ એલર્ટ વચ્ચે ચારધામ યાત્રા રોકવી પડીઃ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર - heavy rain in uttarakhand char dham yatra stopped - Iam Gujarat

ઉત્તરાખંડમાં રેડ એલર્ટ વચ્ચે ચારધામ યાત્રા રોકવી પડીઃ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 7 Jul 2024, 12:40 pm
Subscribe

ચારધામ યાત્રામાં હંમેશા ભારે વરસાદના કારણો લોકો પરેશાન થાય તેવો ખતરો રહે છે અને આ વખતે પણ આવી જ સ્થિતિ છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ધસમસતા પૂર આવ્યા છે અને કેટલાક પૂલ જોખમમાં છે. ચારધામની યાત્રાએ નીકળેલા લોકોને હાલમાં જ્યાં હોય ત્યાં જ રોકાઈ જવા અને આગળ ન વધવાની સલાહ અપાય છે.

હાઈલાઈટ્સ:

  • ઉત્તરાખંડમાં નદીઓમાં એટલું બધું પાણી આવી ગયું છે કે ચારધામની યાત્રા પણ રોકવી પડી છે.
  • ભારે વરસાદના કારણે નદીઓ ખતરનાક બની ગઈ છે અને પહાડો પરથી ભુસ્ખલન થઈ રહ્યું છે.
  • ચારધામ યાત્રામાં જે યાત્રાળુઓ નીકળી ચૂક્યા છે તેઓ જ્યાં છે ત્યાં જ રોકાય અને આગળ ન વધે.
chardham yatra.
ચારધામ યાત્રાને ભારે વરસાદના પગલે અટકાવવી પડી છે
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં નદીઓમાં એટલું બધું પાણી આવી ગયું છે કે ચારધામની યાત્રા પણ રોકવી પડી છે. ભારે વરસાદના કારણે નદીઓ ખતરનાક બની ગઈ છે અને પહાડો પરથી ભુસ્ખલન થઈ રહ્યું છે. ઓથોરિટીએ જણાવ્યું કે ચારધામ યાત્રામાં જે યાત્રાળુઓ નીકળી ચૂક્યા છે તેઓ જ્યાં છે ત્યાં જ રોકાય અને આગળ ન વધે.

છેલ્લા કેટલાક દિવસથી વરસાદના કારણે સ્થિતિ ગંભીર છે અને રસ્તા વાહન વ્યવહાર માટે યોગ્ય નથી રહ્યા. કેટલીક જગ્યાએ નાના પૂલ તૂટી ગયા છે. આવામાં કોઈ હોનારત ન થાય અને લોકોના જીવ પર જોખમ ન આવે તે માટે યાત્રા અટકાવી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં સાતમી અને આઠમી જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદના કારણે રવિવારે ચારધામ યાત્રાને અનિશ્ચિત મુદત માટે અટકાવી દેવામાં આવી છે. ગઢવાલના અધિકારીઓએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને જણાવવામાં આવ્યું છે કે ઋષિકેશથી આગળ ચારધામ યાત્રા પર ન જવું. ચમોલી, પૌડી, રુદ્ર પ્રયાગ, પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનિતાલ અને ઉધમસિંહ નગરમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે હરિદ્વાર, દહેરાદૂન, ટિહરી અને ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે જે લોકો ચારધામ યાત્રા પર નીકળી ચૂક્યા છે તેઓ હવામાન સાફ ન થાય ત્યાં સુધી ત્યાં જ રોકાઈ રહે જ્યાં તેઓ રોકાયેલા છે. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તરાખંડના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થાય છે. બદરીનાથ જતો રસ્તો કેટલીક જગ્યાએ પહાડ પરથી નીચે પડતા કાટમાળના કારણે અવરોધાઈ ગયો છે.

ચમોલલી જિલ્લામાં શનિવારે ભુસ્ખલન પછી પહાડ પરથી પડતા ખડકો અને બીજા કાટમાળના કારણે હૈદરાબાદના બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બંને જણ મોટરસાઈકલથી બદ્રીનાથથી પરત આવતા હતા. ઉત્તરાખંડમાં નદીઓમાં પણ ભારે પૂર છે. જોશીમઠ પાસે વિષ્ણુ પ્રયાગમાં અલંકનંદા નદી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. અલકનંદા નદી વિષ્ણુપ્રયાગમાં ધોલી ગંગામાં ભળી જાય છે.

રુદ્રપ્રયાગમાં ભારે વરસાદના કારણે ગઈકાલે ત્રમ માળની એક ઈમારત ધસી પડી હતી. પૂરની સાથે સાથે પાણીમાં માટી આવી જવાના કારણે બે પાવર પ્લાન્ટમાં અત્યારે વીજ ઉત્પાદન પણ અટકાવી દેવું પડ્યું છે. જ્યારે પિથોરાગઢમાં એક પુલ પડી ગયો છે. મોહનમાં પન્યાલી નાળા પર બનેલો એક પુલ તૂટી ગયો છે અને કૈલાશ માર્ગ પર બનેલો એક બ્રિજ પણ હાલની સ્થિતિમાં જોખમમાં છે.
અજિત ગઢવી
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો