Please enable javascript.Puja Khedkar,IAS પૂજા ખેડકરની પોલ ખૂલી! મેડિકલ કોલેજના સર્ટિફિકેટનું સત્ય આવ્યું સામે - trainee ias officers disability request was denied - Iam Gujarat

IAS પૂજા ખેડકરની પોલ ખૂલી! મેડિકલ કોલેજના સર્ટિફિકેટનું સત્ય આવ્યું સામે

Authored byચિંતન રામી | I am Gujarat 15 Jul 2024, 5:26 pm
Subscribe

IAS પૂજા ખેડકર તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણીએ પુણેમાં પોસ્ટિંગ દરમિયાન કથિત રીતે અલગ 'કેબિન' અને 'સ્ટાફ'ની માંગણી કરી હતી અને તે પછી તેને અચાનક વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજા ખેડકર હાલમાં પ્રોબેશન પીરિયડ પર છે અને તેણે પોતાની પ્રાઈવેટ કાર પર IASની લાઈટ અને મહારાષ્ટ્ર સરકારનો લોગો લગાવ્યો હતો જેના કારણે તે વિવાદોમાં આવી હતી.

હાઈલાઈટ્સ:

  • મહારાષ્ટ્ર કેડરની પ્રોબેશનરી IAS પૂજા ખેડકર આ દિવસોમાં વિવાદોમાં છે
  • શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ડિરેક્ટરે પૂજાના સર્ટિફિકેટ્સ અંગે સત્ય જણાવ્યું છે
  • પૂજા ખેડકર પર IASમાં નોકરી મેળવવા માટે ડિસેબિલિટી અને OBC ક્વોટાનો કથિત રીતે દુરુપયોગ કરવાનો આરોપ છે
puja khedkar
ટ્રેઈની IAS ઓફિસર પૂજા ખેડકર હાલમાં વિવાદોમાં આવી છે.
મહારાષ્ટ્ર કેડરની પ્રોબેશનરી IAS પૂજા ખેડકર આ દિવસોમાં વિવાદોમાં છે. તેમના પર સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે પૂજા ખેડકરના સર્ટિફિકેટનું સત્ય પણ સામે આવ્યું છે. શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ડિરેક્ટરે પૂજાના સર્ટિફિકેટ્સ અંગે સત્ય જણાવ્યું છે. શ્રીમતી કાશીબાઈ નવલે મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર અરવિંદ ભોરેએ જણાવ્યું છે કે, પૂજાએ 2007માં એડમિશન લીધું હતું. તેણે CET દ્વારા પ્રવેશ મેળવ્યો, જ્યાં તેણે અનામતના કેટલાક પ્રમાણપત્રો રજૂ કર્યા. તેણે જાતિ પ્રમાણપત્ર અને નોન-ક્રિમી લેયર પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેણે મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર પણ જમા કરાવ્યું હતું, જેમાં કોઈ વિકલાંગતાનો ઉલ્લેખ નહોતો.
પૂજાના પિતાએ કહ્યું કે તેણે કંઈપણ ગેરકાયદેસર કર્યું નથી
પૂજા ખેડકર પર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસમાં નોકરી મેળવવા માટે ડિસેબિલિટી અને OBC ક્વોટાનો કથિત રીતે દુરુપયોગ કરવાનો આરોપ છે. જોકે, પૂજા ખેડકરના પિતાએ તેનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તેણે કંઈપણ ગેરકાયદેસર કર્યું નથી. તમને જણાવી દઈએ કે પૂજાના પિતા દિલીપ ખેડકરે લોકસભા ચૂંટણી લડી હતી અને પોતાના ચૂંટણી એફિડેવિટમાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

વિકલાંગતા પ્રમાણપત્ર બે વાર જારી કરવામાં આવ્યું
અગાઉ અહમદનગર ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હોસ્પિટલે પ્રોબેશનરી IAS ઓફિસર પૂજા ખેડકરને બે વાર ડિસેબિલિટી સર્ટિફિકેટ જારી કર્યું હતું. હોસ્પિટલે કહ્યું હતું કે તેમને આ પ્રમાણપત્ર એકવાર 2018માં અને ફરીથી 2021માં આપવામાં આવ્યું હતું. પ્રમાણપત્રો બે અલગ અલગ સમિતિઓ દ્વારા આપવામાં આવ્યા હતા. જિલ્લા સિવિલ સર્જન ડો. સંજય ખોગરેએ જણાવ્યું હતું કે 25 એપ્રિલ 2018ના રોજ એક સમિતિએ ખેડકરને ઓછી દ્રષ્ટિ માટે પહેલું અપંગતા પ્રમાણપત્ર જારી કર્યું હતું. બાદમાં 19 જાન્યુઆરી 2021ના રોજ બહુવિધ વિકલાંગતાઓ માટે બીજું પ્રમાણપત્ર જારી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બીજા પ્રમાણપત્રમાં ઓછી દ્રષ્ટિ અને માનસિક બીમારી (ડિપ્રેશન) બંનેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અરજદારની વિકલાંગતાની સ્થિતિ ચકાસવા માટે બે અથવા ત્રણ સભ્યોની પેનલની નિમણૂક કરવામાં આવી હતી.

પૂજાની ઓડી કાર જપ્ત
આ પહેલા પુણે પોલીસે પૂજા ખેડકરની લક્ઝરી કાર જપ્ત કરી હતી. આ એ જ લક્ઝરી ઓડી કાર છે, જેના પર લાલ બત્તી અને મહારાષ્ટ્ર સરકારના લોગો સાથે ચલાવવામાં આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. પોલીસે કારને ગેરકાયદેસર ગણાવીને જપ્ત કરી લીધી છે. પુણે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) એ શહેરની એક ખાનગી કંપનીને પણ આ મામલે નોટિસ પાઠવી છે. પૂજા ખેડકર (34) દ્વારા અહીં નિમણૂક દરમિયાન ઉપયોગમાં લેવાતી 'ઓડી' કાર આ કંપનીના નામે નોંધાયેલી છે.
ચિંતન રામી
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો