Please enable javascript.Anant Radhika Wedding: રાધિકાની બ્રાઇડલ મહેંદીમાં હતા ખાસ ચિન્હો, સ્વસ્તિક સાથે તમે તૈયાર કરાવી શકો છો આ ડિઝાઇન - ambani wedding radhika merchant apply mor morni and swastik chinh mehndi design - Iam Gujarat

Anant Radhika Wedding: રાધિકાની બ્રાઇડલ મહેંદીમાં હતા ખાસ ચિન્હો, સ્વસ્તિક સાથે તમે તૈયાર કરાવી શકો છો આ ડિઝાઇન

Authored byહેતલ ડાભી | I am Gujarat 17 Jul 2024, 10:49 am
Subscribe

Anant Radhika Wedding: રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નની મહેંદીને એવી ડિઝાઇન્સથી ખાસ બનાવી દીધી હતી જેને જોઇને તમે હેરાન રહી જશો. ક્યાંક મોર તો ક્યાંક સ્વસ્તિક ચિન્હ બનાવીને અનંત અંબાણીએ ભક્તિ રસ દર્શાવ્યો હતો.

ambani wedding radhika merchant apply mor morni and swastik chinh mehndi design
Anant Radhika Wedding: રાધિકાની બ્રાઇડલ મહેંદીમાં હતા ખાસ ચિન્હો, સ્વસ્તિક સાથે તમે તૈયાર કરાવી શકો છો આ ડિઝાઇન
Radhika Merchant Wedding Mehendi: લગ્નમાં દરેકનું ધ્યાન દુલ્હનની મહેંદી પર ચોક્કસથી જાય છે. વળી જ્યારે મર્ચન્ટ પરિવારની દીકરી અંબાણી ખાનદાનની પુત્રવધૂ બનવા જઇ રહી હોય ત્યારે દરેક વ્યક્તિને જીજ્ઞાસા તો રહેતી જ હોય છે કે આખરે અનંત અંબાણીની દુલ્હનિયા રાધિકા મર્ચન્ટની મહેંદી કેવી છે.

આઇવરી કલરના લહેંગામાં સજેલી રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી, વળી તેની મહેંદીનો રંગ પણ ખૂબ જ ડાર્ક આવ્યો હતો. જે પ્રકારે તેની સાસુ નીતા અંબાણીએ પોતાના હાથ પર રાધા કૃષ્ણ અને પરિવારના નામની મહેંદી લગાવી હતી, તે જ પ્રકારે રાધિકાએ પણ મહેંદી પર સ્વસ્તિક ચિન્હ લગાવવાની સાથે અનેક ડિઝાઇન્સ તૈયાર કરાવી હતી. અહીં જાણો, કે કોણી સુધી ભરેલી રાધિકાની મહેંદીમાં અન્ય કઇ ડિઝાઇન્સ બનાવી હતી.

(Images: Instagram/ @rheakapoor, @manav.manglani)

​હાથની પાછળની ડિઝાઇન

​હાથની પાછળની ડિઝાઇન

હાથ ફૂલથી રાધિકાએ હાથમાં ખૂબ જ બારીક મહેંદી લગાવી હતી, બંને હાથોની ઉલ્ટી સાઇડ એક જેવી ડિઝાઇન્સ હતી, જેમાં આંગળીઓ પર કમળના ફૂલ અને અંગૂઠાની સાઇડ પર જાળીવાળી ડિઝાઇન બનાવી હતી, જે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

​મોર-ઢેલની જોડી

​મોર-ઢેલની જોડી

એક તરફ જ્યાં રાધિકાએ ઉંધા હાથ પર ઓછી ડિઝાઇનવાળી મહેંદી લગાવી હતી, જ્યારે હથેળી પર સુંદર મહેંદી ડિઝાઇન બનાવી હતી, જેમાં મોર અને ઢેલની જોડીને બારી પર બેઠેલા દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય આંગળીઓ પર ફૂલ બનાવવામાં આવ્યા હતા.

​મહેંદી પર સ્વસ્તિક

​મહેંદી પર સ્વસ્તિક

જે પ્રકારે નીતા અંબાણીએ પોતાના બંને હાથ પર રાધા કૃષ્ણની તસવીર બનાવી હતી તે જ પ્રકારે રાધિકાએ પોતાની મહેંદી પર સ્વસ્તિક બનાવ્યા હતા. કોણી સુધી દુલ્હનની મહેંદીની બોર્ડર પર લાઇનથી સ્વસ્તિક ડિઝાઇન કરાવી હતી.

​નીતા અંબાણીની મહેંદી

​નીતા અંબાણીની મહેંદી

અનંત અંબાણીના લગ્નના દિવસે નીતા અંબાણીએ પણ સુંદર મહેંદી લગાવી હતી, જેમાં એક હાથમાં રાધા કૃષ્ણ તો બીજા હાથમાં દુલ્હા-દુલ્હનની સાથે પરિવારના નામ લખ્યા હતા. જ્યારે રાધિકાએ હાથ પર સુંદર મોર-ઢેલની જોડીવાળી મહેંદી લગાવી હતી.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો