Please enable javascript.Lemongrass Benefits: સાવ સામાન્ય દેખાતા આ ઘાસના છે અનેક ફાયદા, મિનિટોમાં કરશે ત્વચાની દરેક સમસ્યાનો ઇલાજ - lemongrass benefits for skin problems according to experts - Iam Gujarat

Lemongrass Benefits: સાવ સામાન્ય દેખાતા આ ઘાસના છે અનેક ફાયદા, મિનિટોમાં કરશે ત્વચાની દરેક સમસ્યાનો ઇલાજ

Authored byહેતલ ડાભી | I am Gujarat 16 Jun 2024, 11:27 am
Subscribe

Essential Oil for Skin Care: આજે અમે એવા ઘાસ વિશે માહિતી આપી રહ્યા છીએ જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ભલે તમે આ ઘાસને ઘરની આસપાસ જોયું હોય પરંતુ તેના આ બ્યૂટી ફાયદાઓ જાણ્યા બાદ ઉપયોગ કર્યા વગર નહીં રહો.

lemongrass benefits for skin problems according to experts
Lemongrass Benefits: સાવ સામાન્ય દેખાતા આ ઘાસના છે અનેક ફાયદા, મિનિટોમાં કરશે ત્વચાની દરેક સમસ્યાનો ઇલાજ
Lemongrass Benefits for Skin: મોટાંભાગે મહિલાઓ કે પુરૂષો પણ ચહેરાની રંગત અને તેને ડાઘ ધબ્બાથી દૂર રાખવા માટે અનેક પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. ઘણીવાર આપણ એવી કોશિશ પણ કરીએ છીએ કે, ત્વચા માટે એવા પ્રોડક્ટ્સ મળે જે સ્કિન પ્રોબ્લેમ્સ માટે ફાયદાકારક હોય, આવા જ વિચાર આપણે ઘરેલુ નુસખાઓ માટે પણ રાખીએ છીએ.

ત્વચાની અલગ અલગ પરેશાનીઓને ધ્યાનમાં રાખી અહીં એવા ઘાસ વિશે માહિતી આપી રહ્યા છીએ જે એક્ને અને સ્કિન એજિંગથી લઇ ઓઇલી સ્કિનની સમસ્યાઓને દૂર કરવા કારગત છે. આ ઘાસ અનેક પ્રકારે ત્વચાને ફાયદો આપે છે. જાણો, આ અંગે એક્સપર્ટ્સ શું કહે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​લેમન ગ્રાસના ફાયદા

​લેમન ગ્રાસના ફાયદા

અમે જે ઘાસ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ લેમન ગ્રાસ છે, પરંતુ જો તમે તેને લીંબુનો છોડ કે ઘાસ સમજી રહ્યા છો તો તે ખોટું છે. આ ઘાસનું નામ લેમન ગ્રાસ એટલા માટે છે કારણ કે તેમાં લીંબુ જેવી જ ખુશ્બુ આવે છે અને તેનો આકાર લાંબો હોય છે. આ ઘાસથી તૈયાર થતાં ઓઇલનો ઉપયોગ અનેક બ્યૂટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે. WebMD દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, લેમન ગ્રાસ ઓઇલમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી-ટ્યૂમર, એન્ટી વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણો રહેલા છે. જે ત્વચાને પ્યૂરીફાઇ કરવાની સાથે સાથે અનેક પ્રકારે ફાયદાઓ પહોંચાડે છે.

​એક્સ્ટ્રા ઓઇલ દૂર કરવામાં કારગત

​એક્સ્ટ્રા ઓઇલ દૂર કરવામાં કારગત

ફ્રેશ સ્કિન રિસર્ચ (FS.uk) અનુસાર, લેમન ગ્રાસ ઓઇલનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ચહેરા પર બનતા એક્સ્ટ્રા ઓઇલને દૂર કરવામાં મદદ કરે છે અને શાઇનને કંટ્રોલ કરે છે. આ જ કારણ છે કે, સ્કિનના એક્સ્ટ્રા ઓઇલને કંટ્રોલ કરવા માટે આ ઇન્ગ્રિડિયન્ટ્સને ખાસ પ્રકારે સ્કિન પ્રોડક્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

​એક્નેમાં આપશે રાહત

​એક્નેમાં આપશે રાહત

લાંબા સમયથી નેચરલ રેમેડી તરીકે ઇન્ફેક્શનને અટકાવવા અને ઘા ભરવા માટે લેમન ગ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. લેમન ગ્રાસ એક્સટ્રેક્ટના ફાયદાઓ અંગે નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NIH) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, લીંબુ ઘાસથી બનેલા એક્સ્ટ્રેક્ટ અથવા ઓઇલ એક્નેની સમસ્યાને દૂર કરવામાં અસરદાર છે.

​બ્લેકહેડ્સ કરશે દૂર

​બ્લેકહેડ્સ કરશે દૂર

જો તમારાં નામ પર બ્લેકહેડ્સ જમા થઇ ગયા છે અને સ્ક્રબિંગ બાદ પણ તે સાફ નથી થઇ રહ્યા તો લીંબુના ઘાસનો ઉપયોગ કરી શકો છો. તમે આ માટે ઘાસની પેસ્ટ તૈયાર કરી સ્ક્રબ કરી શકો છો. રિસર્ચ અુસાર, લાઇમ ગ્રાસ એક્ને, ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યાઓથી લડવામાં અસરદાર ગણાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો