Please enable javascript.Fatty Liver Diseases: ડાયટમાં આ ચીજોને સામેલ કરતા હોવ તો લિવર થશે ખરાબ, ફેટી લિવરમાં આ વસ્તુઓનું સેવન ટાળો - foods to avoid to reverse fatty liver disease - Iam Gujarat

Fatty Liver Diseases: ડાયટમાં આ ચીજોને સામેલ કરતા હોવ તો લિવર થશે ખરાબ, ફેટી લિવરમાં આ વસ્તુઓનું સેવન ટાળો

Authored byહેતલ ડાભી | I am Gujarat 8 Jun 2024, 11:50 am
Subscribe

Fatty Liver Diseases: ફેટી લિવર તમારાં હેલ્થ માટે એક ગંભીર સ્થિતિ છે. આ બીમારી દરમિયાન ખાનપાનની અયોગ્ય આદતોના કારણે લિવરની સમસ્યામાં ઓર વધારો થાય છે. ફેટી લિવરના દર્દીઓએ પોતાના ખાનપાનમાં સુધાર લાવી હેલ્ધી વિકલ્પો અજમાવવા જોઇએ.

foods to avoid to reverse fatty liver disease
Fatty Liver Diseases: ડાયટમાં આ ચીજોને સામેલ કરતા હોવ તો લિવર થશે ખરાબ, ફેટી લિવરમાં આ વસ્તુઓનું સેવન ટાળો
Fatty Liver Diseases Diet: લિવર આપણાં મહત્વપૂર્ણ બોડી ફંક્શનમાંથી એક છે. જો કે, ખાનપાનની અયોગ્ય આદતોના કારણે આજકાલ બાળકોથી લઇ વૃદ્ધોમાં ફેટી લિવરની સમસ્યા જોવા મળે છે. આ બીમારીમાં લિવરમાં ફેટ વધુ માત્રામાં જમા થઇ જાય છે. ફેટી લિવર ડિઝિઝ બે પ્રકારના હોય છે- એક આલ્કોહોલિક ફેટી લિવર ડિઝિઝ અને બીજી નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝિઝ.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) અનુસાર, જો આલ્કોહોલના કારણે લિવરમાં ફેટ જમા થઇ જાય છે, તો તેને આલ્કોહોલિક ફેટી લિવર ડિઝિઝ કહેવામાં આવે છે. પરંતુ જો આ સમસ્યાનું કારણ આલ્કોહોલ નથી તો તેને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝિઝ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં કેટલાંક ખાદ્યપદાર્થો અને ડ્રીંકના સેવનથી કન્ડિશન વધુ ગંભીર બની સકે છે. શિકાગો મેડિસિન (Chicago Medicine) અનુસાર, જાણો ફેટી લિવરથી બચાવ માટે કેવા ખાદ્યપદાર્થો ડાયટમાંથી દૂર કરવા જોઇએ.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​આલ્કોહોલ

​આલ્કોહોલ

આલ્કોહોલ તમારાં લિવર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ખાસ કરીને ફેટી લિવરની સ્થિતિમાં. આલ્કોહોલના કારણે લિવરમાં વધુ ફેટ જમા થઇ જાય છે, જેના કારણે લિવર ફંક્શનમાં પ્રોબ્લેમ થાય છે અને લિવર ડેમેજનું જોખમ પણ વધી જાય છે.

​શુગર ડ્રીંક

​શુગર ડ્રીંક

ખાંડમાં પણ હાઇ કેલેરી હોય છે અને તમારાં લિવરમાં ફેટ જમા કરે છે. તેથી શુગર યુક્ત ખાદ્યપદાર્થો અન ડ્રીંક્સ જેમ કે સોડા, એનર્જી ડ્રીંક્સ અને પેક્ડ જ્યૂસથી દૂર રહો. તેનાથી ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સ પણ વધે છે. જે ફેટી લિવરની કન્ડિશનને ઓર ખરાબ કરી શકે છે.

​સેચ્યુરેડેટ-ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ્સ

​સેચ્યુરેડેટ-ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ્સ

રેડ મીટ, બેક્ડ પ્રોડક્ટ્સ અને ફ્રાઇડ ફૂડ્સમાં જોવા મળતા સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ લિવરને નુકસાન પહોંચાડે છે. આ સિવાય પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડમાં વધારે માત્રામાં સોડિયમ, શુગર અને અનહેલ્ધી ફેટ્સ હોય છે. જે ફેટી લિવરની સમસ્યાને ઓર વધારી શકે છે.

​મેંદા

​મેંદા

મેંદો પણ લિવર અને પાચન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણાય છે. લિવર ડિઝિઝના દર્દીએ વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને અન્ય મેંદાથી બનતા પ્રોડક્ટ્સથી દૂર રહેવું જોઇએ. તેમાં હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડશુગર લેવલ અને ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્સને વધારી શકે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો