Please enable javascript.Cholesterol Health Tips: ઘઉંના લોટમાં મિક્સ કરી દો આ ખાસ ચીજ, હંમેશા માટે છૂટી જશે કોલેસ્ટ્રોલની દવા; હાર્ટ રહેશે હેલ્ધી - high fiber foods mix these 7 things into your flour to reduce ldl cholesterol according to harvard health - Iam Gujarat

Cholesterol Health Tips: ઘઉંના લોટમાં મિક્સ કરી દો આ ખાસ ચીજ, હંમેશા માટે છૂટી જશે કોલેસ્ટ્રોલની દવા; હાર્ટ રહેશે હેલ્ધી

Authored byહેતલ ડાભી | I am Gujarat 16 Jul 2024, 9:43 am
Subscribe

Cholesterol Treatments: ફાઇબરને કોલેસ્ટ્રોલનો સૌથી ઉત્તમ અને સસ્તો ઇલાજ ગણવામાં આવે છે, જો તમે દવાઓથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો રોટલીમાં ફાઇબર એડ કરી લો, આ માટે નીચે જણાવેલા ઉપાયો અજમાવો.

high fiber foods mix these 7 things into your flour to reduce ldl cholesterol according to harvard health
Cholesterol Health Tips: ઘઉંના લોટમાં મિક્સ કરી દો આ ખાસ ચીજ, હંમેશા માટે છૂટી જશે કોલેસ્ટ્રોલની દવા; હાર્ટ રહેશે હેલ્ધી
High Fiber Foods to Reduce Cholesterol: કોલેસ્ટ્રોલમાં વધારો એક ગંભીર સમસ્યા છે, જેના કારણે તમને હાર્ટ ડિઝીઝ, સ્ટ્રોક ઉપરાંત હૃદયરોગના હુમલાનું પણ જોખમ રહેલું છે. કોલેસ્ટ્રોલ દૂર કરવા અથવા કંટ્રોલ કરવા માટે કેટલીક દવાઓ અને ઉપચાર મોજૂદ છે. તેને તમે ડાયટથી પણ કંટ્રોલ રાખી શકો છો. જો તમારે આજીવન કોલેસ્ટ્રોલની દવાઓ ના ખાવી હોય તો તમારાં ભોજનમાં ફાઇબરની માત્રા વધારવી જોઇએ.

હાર્વર્ડ હેલ્થ (Harvard Health) અનુસાર, ડાયટમાં ફાઇબરની માત્રા વધારવાથી LDL કોલેસ્ટ્રોલને ઘટાડી હેલ્ધી કોલેસ્ટ્રોલને વધારી શકાય છે, આ સૌથી સસ્તી અને સરળ રીત છે. ફાઇબરથી ભોજન મંદ ગતિએ પચે છે જેનાથી બ્લડશુગર ઝડપથી નથી વધતું, તે કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. જો તમે ઝડપથી કોલેસ્ટ્રોલ ઘટાડવા ઇચ્છતા હોવ તો સાધારણ ઘઉંના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવી જોઇએ. આનાથી તમારી રોટલીમાં ફાઇબરની માત્રા વધશે ઉપરાંત જરૂરી મિનરલ્સ અને વિટામિન્સની માત્રા પણ વધી શકે છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

ચીયા સીડ્સ અને જવનો લોટ

ચીયા સીડ્સ અને જવનો લોટ

ચીયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં છે. તેને પીસીને લોટમાં મિક્સ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે ઉપરાંત અન્ય પોષક તત્વો પણ મળી શકે છે. આ પ્રકારે જવમાં દ્રવ્ય ફાઇબર રહેલું છે, તેને લોટમાં મિક્સ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.

​ઓટ્સ અને અળસી

​ઓટ્સ અને અળસી

ઓટ્સમાં દ્વાવ્ય ફાઇબરની માત્રા વધારે રહેલી છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારાં લોટમાં ઓટ્સ અથવા ઓટ બ્રાન મિક્સ કરી શકો છો. જ્યારે અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે પીસેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટી, મફિન અથવા અનય રીતે બૅક કરીને ખાઇ શકો છો.

​ઇસબગુલ અને બદામનો લોટ

​ઇસબગુલ અને બદામનો લોટ

પિસિલિયમ હસ્ક એટલે કે, ઇસબગુલની ભૂક્કીમાં પણ દ્રાવ્ય ફાઇબર રહેલું છે, તેને લોટમાં મિક્સ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને પાચન પણ ઉત્તમ રહેશે. બદામના લોટમાં હેલ્ધી ફૅટ, ફાઇબર અને પ્લાન્ટ સ્ટેરોલ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે લોટમાં બદામનો લોટ પણ મિક્સ કરી શકો છો.

​સોયા અને મસૂરની દાળનો લોટ

​સોયા અને મસૂરની દાળનો લોટ

સોયામાં એવા તત્વો રહેલા છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારાં લોટમાં સોયાનો લોટ મિક્સ કરી શકો છો. આ ઉપરાંત મસૂરની દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલા છે. તેને ઘઉંના લોટમાં મિક્સ કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો