એપશહેર

Monsoon Gut Health: ચોમાસમાં ફૂગ્ગાની જેમ પેટ ફૂલાયેલું રહે છે? અજમાવો ન્યૂટ્રિશનિસ્ટની આ ટિપ્સ, રહેશો તંદુરસ્ત

Monsoon Health Tips: ચોમાસાની સિઝન ઉનાળાના તાપથી રાહત અપાવે છે, પરંતુ પોતાની સાથે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ લઇને આવે છે. હકીકતમાં ચોમાસામાં ભેજ રહેવાના બેક્ટેરિયાનો ગ્રોથ પણ વધી જાય છે. એવામાં એ જાણવું જરૂરી છે કે, આપણે ગટ હેલ્થને કેવી રીતે જાળવી શકીએ છીએ.

Authored byહેતલ ડાભી | I am Gujarat 28 Aug 2024, 10:27 am
Monsoon Gut Health: ભારતમાં ચોમાસાની સિઝન તાપથી રાહત તો અપાવે છે પરંતુ પોતાની સાથે પાચન સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ લઇને આવે છે. વરસાદની સિઝનમાં તમને ગેસ, એસિડિટી, પેટ ફૂલાઇ જવું અને પેટ ભારે રહેવાની સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જરૂરી છે કે, આપણે ખાન પાનનું વિશેષ ધ્યાન રાખીએ.
I am Gujarat how to maintain a healthy gut during monsoon according to nutritionist
Monsoon Gut Health: ચોમાસમાં ફૂગ્ગાની જેમ પેટ ફૂલાયેલું રહે છે? અજમાવો ન્યૂટ્રિશનિસ્ટની આ ટિપ્સ, રહેશો તંદુરસ્ત


આયુર્વેદમાં એવા નેચરલ ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં પાણીની માત્રા વધારે હોય અને જે સરળતાથી પચી પણ જાય. તેમ છતાં જો પેટની સમસ્યાઓથી પરેશાન રહેતા હોવ તો આયુર્વેદિક નેચરલ ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટ કરિશ્મા શાહ (Karishma Shah, Nutritionist & Health Psychologist) અનુસાર, ચોમાસામાં એવા ખોરાક લેવા જોઇએ જેમાં પાણીની માત્રા વધારે હોય અને જે સરળતાથી પચી જાય. અહીં આપેલા કેટલાંક નુસ્ખાઓને ફૉલો કરી તમે ગટ હેલ્થને જાળવી શકો છો.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​ગાયનું દેશી ઘી

આયુર્વેદિક ઇન્સ્ટિટયૂટ્સ (1) અનુસાર, ગાયના દેશીને આયુર્વેદમાં સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. ઘીમાં બ્યૂટિરિક એસિડ રહેલું છે જે સોજાને દૂર કરે છે. તેથી જો તમને વારંવાર પેટમાં દુઃખાવો રહેતો હોય તો આ માટે ઘી ફાયદાકારક ગણાશે. ઘીમાં આતરડાંના સોજાને દૂર કરવાના ગુણો રહેલા છે. તે કબજિયાત દૂર કરવાની સાથે સાથે કોલનની માસપેશીઓને નરમ અને લચીલી બનાવવામાં પણ મદદ કરે છે.

​આદુનું સેવન

ચોમાસામાં જો તમને વારંવાર પેટમાં દુઃખાવો રહે છે તો તમારે આદુનું સેવન કરવું જોઇએ. આદુ પિત્ત, લાળ અને ગેસ્ટ્રિક જ્યૂસના ઉત્પાદનને વધારે છે. તે શરીરના પોષક તત્વોને ઝડપથી અવશોષિત કરવા અને ભોજનને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. વળી, તે પેટના દુઃખાવાને દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે અને આંતરડાના સોજાને પણ દૂર કરે છે.

ચોમાસામાં અપચાથી બચવા માટે હેલ્થ એક્સપર્ટની ટિપ્સ

View this post on Instagram A post shared by Karishma Shah (@karishmashahnutrition)

​ઘરે પકાવેલું ભોજન

ભોજનને ધીરેધીરે ચાવીને ખાવાથી પાચન ક્રિયા ઠીક રહે છે. તેથી ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી ઘરે પકાવેલું ભોજન જ લેવું જોઇએ. જેમાં ઓટ્સ, ચોખા, જવ, ઘઉ, દાળ અથવા મગ જેવા અનાજ સામેલ હોય. વરસાદની સિઝનમાં શાકભાજીઓ પણ ધ્યાનથી પસંદ કરો કારણ કે તેમાં બેક્ટેરિયા રહેલા હોય છે જે ચોમાસાની હવામાં સંપર્કમાં આવવાથી પાચન ક્રિયાને ખરાબ કરી શકે છે. આ સિવાય તમારાં ડાયટમાં પપૈયુ, દાડમ જેવા ફળો સામેલ કરો.

​ગરમ પીણા પીવો

ચોસામામાં ગરમ પીણા પીવાથી ગટ હેલ્થને જાળવી શકાય છે. આ માટે આદુ, અજમો, જીરા, ધાણા અને દાલચીની ઉપરાંત કેફિર અને કોમ્બૂચા જેવા પાણી પીવા જોઇએ. આયુર્વેદમાં તેને લાભદાયી કહેવામાં આવ્યા છે.

​હર્બલ ટી અને પીવાનું પાણી

ચોમાસામાં પીવાનું પાણી ઉકાળીને જ પીવું જોઇએ, જેથી તેમાં રહેલા અનહેલ્ધી પાઇથોજન નષ્ટ થઇ જાય. તમે આ સિઝનમાં અવનવી હર્બલ ટી પણ પસંદ કરી શકો છો, જે ગટ હેલ્થે સ્મૂધ રાખે અને શરીરમાં રહેલા ટોક્સિન દૂર કરવામાં મદદ કરે.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story