Please enable javascript.Skin Cancer: મસાને ના કરો ઇગ્નોર, પ્રિયંકા ચોપરાના જેઠની માફક થઇ શકે છે આ જોખમી બીમારી; જાણો લક્ષણો - kevin jonas basal cell carcinoma cancer what are the symptoms and causes of basal cell carcinoma - Iam Gujarat

Skin Cancer: મસાને ના કરો ઇગ્નોર, પ્રિયંકા ચોપરાના જેઠની માફક થઇ શકે છે આ જોખમી બીમારી; જાણો લક્ષણો

Authored byહેતલ ડાભી | I am Gujarat 17 Jun 2024, 11:10 am
Subscribe

Basal Cell Carcinoma: હાલમાં જ પ્રિયંકા ચોપરાના જેઠ અને નિક જોનાસના મોટાંભાઇ કેવિન જોનસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, તેને બેસલ સેલ કાર્સિનોમા કેન્સર થયું છે. આ સ્કિન કેન્સરનો એવો પ્રકાર છે જે ત્વચા પર મસા, ચકામા કે ફંગસ તરીકે જોવા મળે છે.

kevin jonas basal cell carcinoma cancer what are the symptoms and causes of basal cell carcinoma
Skin Cancer: મસાને ના કરો ઇગ્નોર, પ્રિયંકા ચોપરાના જેઠની માફક થઇ શકે છે આ જોખમી બીમારી; જાણો લક્ષણો
Kevin Jonas Basal Cell Carcinoma Cancer: લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જેટલાં સતર્ક હોય છે તેટલાં જ ત્વચાના સ્વાસ્થ્યને ઇગ્નોર પણ કરે છે. ત્વચા આપણાં શરીરનું સૌથી મોટું અને જરૂરી અંગ છે. પરંતુ તેમાં થતી સમસ્યાઓને આપણે નજરઅંદાજ કરી દેતા હોઇએ છીએ. જેમ કે, ત્વચા પર મસા થવા સામાન્ય છે, પરંતુ તે ઘણીવાર કેન્સરનું કારણ બની શકે છે.

હાલમાં જ પોપ રૉક બેન્ક જોનાસ બ્રધર્સના ગિટારિસ્ટ અને અમેરિકન એક્ટર કેવિન જોનસે (Jonas Brothers fame singer Kevin Jonas) સોશિયલ મીડિયા પર એક વીડિયોની મદદથી બેસલ સેલ કાર્સિનોમા વિશે માહિતી આપી છે. તેના માથા પર મોટો મસ્સો હતો, જે સમયાંતરે કેન્સરમાં વિકસિત થઇ ગયો, જેની સર્જરી થઇ ચૂકી છે. કેવિન હવે લોકોને સમયસર મસાનો ઇલાજ અને તપાસ કરવાની સલાહ આપી રહ્યો છે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ) (Cover Images: @kevinjonas)

​બેસલ સેલ કાર્સિનોમા કેન્સર

​બેસલ સેલ કાર્સિનોમા કેન્સર

ક્લિવલેન્ડ ક્લિનિક (Cleveland Clinic) અનુસાર, સામાન્ય રીતે લોકો સ્કિન કેન્સર વિશે જાણે છે, પરંતુ બેસલ સેલ કાર્સિનોમાનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે. બેસલ સેલ કાર્સિનોમા સ્કિન કેન્સરનો જ એક પ્રકાર છે. જે ઘણીવાર ત્વચાના એ ભાગમાં જોવા મળે છે જે સૂર્યની કિરણોના સંપર્કમાં સૌથી વધુ આવે છે. જો તમારી ત્વચા ભૂરી અથવા ડાર્ક છે તો ચહેરા પર એક ઉભાર તરીકે જોવા મળે છે.

​બેસલ સેલની કામગીરી

​બેસલ સેલની કામગીરી

બેસલ સેલ્સની બહારની ત્વચાને એપિડર્મિસ કહેવામાં આવે છે જે સ્કિન લેયર પર બારીક સેલ્સ હોય છે. તમે તેને જોઇ અને અડકી શકો છો. આ સેલ્સ પોતાની જ કોપી કરી નવા સેલ તૈયાર કરી લે છે. જ્યારે બેસલ સેલ્સ નવા સેલ્સ તૈયાર કરે છે, તો જૂની સ્કિનના સેલ્સ બહારની ત્વચા પર આવી જાય છે, અહીં પહોંચી તે ડેડ સેલ્સ બની જાય છે, જેના કારણે તેમાં કેન્સર વિકસિત થઇ શકે છે.

​બેસલ સેલ કાર્સિનોમાના લક્ષણો

​બેસલ સેલ કાર્સિનોમાના લક્ષણો

માયો ક્લિનિક (Mayo Clinic) અનુસાર, બેસલ સેલ કાર્સિનોમા કેન્સરના લક્ષણો નીચે મુજબ છે-

  • આ સ્કિન કેન્સર ત્વચા પર ચમકદાર ચકામા કે ફંગસની માફક દેખાય છે
  • ત્વચા પર ભૂખરા, કાળા અથવા વાદળી ઘા દેખાવા
  • સ્કિન પર ફોલ્લી, ફંગચ કે પાતળા સફેદ પડ જેવા પૅચિઝ જોવા મળવા
  • મીણ જેવું નિશાન બનવું
  • ગાંઠ દેખાવી, તેમાં દુઃખાવો અને ખંજવાળ આવવી
  • ગાંઠમાં અલ્સર પણ બની શકે છે

​મહિલાઓ કરતાં પુરૂષોને જોખમ વધુ

​મહિલાઓ કરતાં પુરૂષોને જોખમ વધુ

બેસલ સેલ કાર્સિનોમા આમ તો કોઇ પણ ઉંમરે થઇ શકે છે. ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (IJDVL) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, આ બીમારી પુરૂષોમાં સૌથી વધુ જોવા મળે છે. 50 વર્ષથી વધુ ઉંમરના પુરૂષોમાં ઘણીવાર આ કેન્સરના લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને જે લોકોની ત્વચા ગોરી અને આંખો લાઇટ કલરની હોય છે તેઓને આ કેન્સરનું જોખમ વધારે છે. આ સિવાય જેઓને બાર્સિનોમા કેન્સર થઇ ચૂક્યું છે તેઓને સમય જતાં નૉન મેલેનોમા સ્કિન કેન્સરની પણ સંભાવના રહેલી છે.

​હાડકાં પર કરે છે અટેક

​હાડકાં પર કરે છે અટેક

આ બીમારી સૂર્યના સંપર્કમાં વધારે આવવાથી થાય છે, તેથી બેસલ સેલ કાર્સિનોમાથી ચહેરા, સ્કાલ્પ, નાક, પગ આઇલિડ્સ કાન અને કોણી પ્રભાવિત થઇ શકે છે. આ સિવાય જો તેનું તત્કાળ નિદાન અને ઇલાજ ના કરાવવામાં આવે તો કેન્સરની સાઇઝ વધવા લાગે છે. સમય જતાં તે હાડકાં, મસલ્સ અને કાર્ટિલેજ પર અટેક કરે છે. જેનાથી દર્દની સાથે બ્લીડિંગ અને ઇન્ફેક્શનું જોખમ પણ વધે છે.

​બેસલ સેલ કાર્સિનોમાથી બચવાના ઉપાય

​બેસલ સેલ કાર્સિનોમાથી બચવાના ઉપાય
  • સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ઘરની બહાર નિકળવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો
  • બહાર જતી વખતે 30 અથવા તેનાથી વધુ એસપીએફવાળા સનસ્ક્રિનનો ઉપયોગ કરો
  • પ્રતિ બે કલાકે સનસ્ક્રિન ફરીથી અપ્લાય કરો
  • સનગ્લાસિસના ઉપયોગ કરો
  • પ્રતિ વર્ષ સ્કિન ટેસ્ટ ચોક્કસથી કરાવો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

હેતલ ડાભી
લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો