એપશહેર

Cholesterol Diet: હાઇ કોલેસ્ટ્રોલની દવાઓ આજીવન ના ખાવી હોય તો ડાયટમાં સામેલ કરો 5 શાકભાજી, હૃદય રહેશે સ્વસ્થ

Tips to Lower Bad Cholesterol Level: હાઇ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે કેટલીક શાકભાજીઓનું સેવન દવાઓની માફક કામ કરે છે. આ શાકભાજીઓમાં એવા ગુણો રહેલા છે જે હૃદય માટે ફાયદાકારક છે.

Authored byહેતલ ડાભી | I am Gujarat 4 Jul 2024, 10:46 am
Vegetables to Lower LDL Cholesterol: હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. જો તમે ભવિષ્યમાં હૃદયરોગનો શિકાર બનવા ના ઇચ્છતા હોવ તો તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેઇન રાખવું જરૂરી છે. વળી, જે લોકોને હાઇ કોલેસ્ટ્રોલ છે, તેઓએ પોતાના ડાયટમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.
I am Gujarat vegetables to reduce ldl cholesterol level naturally according to harvard health
Cholesterol Diet: હાઇ કોલેસ્ટ્રોલની દવાઓ આજીવન ના ખાવી હોય તો ડાયટમાં સામેલ કરો 5 શાકભાજી, હૃદય રહેશે સ્વસ્થ


વધતા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે અમુક શાકભાજીઓનું સેવન કરવું જરૂરી છે. હાર્વર્ડ હેલ્થ (Harvard Health) દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, કેટલીક શાકભાજી કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે, વળી હૃદયરોગના જોખમને પણ દૂર કરે છે. અહીં જાણો, કેટલીક એવી શાકભાજી વિશે જે તમારાં હાઇ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.

(તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

​રીંગણ

રીંગણમાં ફાઇબર અને અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન પાચન સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે અને તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.

​લસણ

WebMD દ્વારા પ્રકાશિત રિસર્ચ અનુસાર, લસણમાં એલિસિન નામનું પાવરફૂલ ગુણ રહેલા છે, જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સેવન બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

​પાલક

પાલકમાં લ્યૂટિન, ફાઇબર અને અન્ય પોષક તત્વો રહેલા છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ હાઇ એન્ટીઓક્સિડન્ટ્સ આર્ટરીઝમાં પ્લાક જમા થવાથી અટકાવે છે, જેનાથી હૃદયરોગનું જોખમ દૂર થાય છે.

​બ્રોકોલી

હાર્ટ માટે બ્રોકોલી એક સુપરફૂડ છે, બ્રોકોલીમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર રહેલું છે જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી નસોમાં બ્લોકેજનિં જોખમ પણ દૂર થાય છે.

​અન્ય શાકભાજી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) દ્વારા પ્રકાશિત લેખ અનુસાર, વધારે ફાઇબરવાળી શાકભાજી જેમ કે, ગાજર, ટામેટાં અને કાકડી, ઉપરાંત લીલા શાકભાજીમાં પણ એવા ગુણો રહેલા છે જે કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

લેખક વિશે
હેતલ ડાભી
હેતલ ડાભી 13 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી જર્નાલિસ્ટ છે જેઓએ તેમની કારકિર્દીની શરૂઆત અમદાવાદના એક લોકલ ન્યૂઝપેપર સાથે વર્ષ 2007માં કરી હતી. કારકિર્દીની શરૂઆતથી લઇ અત્યાર સુધી તેઓએ ક્રાઇમ, બિઝનેસ, ટેક્નોલોજી, પોલિટિક્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, ટ્રાવેલ, ફેશન, લાઇફસ્ટાઇલ જેવા વિવિધ સેક્શનમાં કામ કર્યુ છે. હાલમાં તેઓ લાઇફસ્ટાઇલ સેક્શનમાં છેલ્લાં એક વર્ષથી કામ કરે છે. જ્યાં તેઓના અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે જે વાચકોને સતત નવી નવી માહિતી સાથે જકડી રાખે છે. જર્નાલિઝ્મ ઉપરાંત હેતલ ડાભીને વાંચન, લેખન અને ડાન્સનો શોખ છે. તેઓના સાહિત્ય પ્રત્યેના લગાવ અને સતત કંઇક નવું લખવા તેમ જ વાંચવાના શોખથી તેઓ એક પરિપક્વ લેખિકા છે અને આ જ બાબતની ઝલક તેમના કામમાં પણ સરળતાથી જોવા મળે છે.... વધુ વાંચો

Read Next Story