Please enable javascript.Indian Farmer Died Italy,ઈટાલીમાં ભારતીય ખેડૂતનું પત્નીની સામે મોત, બોસે નિર્દયતાથી અધમરો છોડતા ધરપકડ - italy indian farmer death case update - Iam Gujarat

ઈટાલીમાં ભારતીય ખેડૂતનું પત્નીની સામે મોત, બોસે નિર્દયતાથી અધમરો છોડતા ધરપકડ

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 4 Jul 2024, 5:20 pm
Subscribe

Indian farmer died Italy: ઈટાલીમાં માનવતા મરી પરિવારી હોય એવી ઘટના ભારતીય સાથે બની છે. ખેતમજૂરી કરતા વ્યક્તિને કામ કરતા કરતા ઈટાલીમાં હાથ કપાઈ ગયો હતો. જેના પરિણામે બેફામ લોહી વહેવા લાગ્યું હતું અને તેના માલિકે બાદમાં નિર્દયતાથી રસ્તા પર અધમરો છોડી દીધો હતો. આની સાથે મેડિકલ સહાય પણ નહોતી આપી અને આ ઘટનાને લીધે તેનું મોત નીપજ્યું હતું. હવે ઈટાલિયન પોલીસે આ ઘટનામાં સંડોવાયેલી માલિકની ધરપકડ કરી દીધી છે અને આગળ વધુ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.



Indian farmer died Italy:
ઈટાલિયન પોલીસે એગ્રિકલ્ચરલ કંપનીના માલિક કે જેને નિર્દયતાથી એક ભારતીય ખેડૂતને મરવા માટે છોડી દીધો હતો તેની ધરપકડ કરી દીધી છે. માનવતા જાણે મરી પરવારી હોય એવો આ કિસ્સો સામે આવ્યો છે. જેમેાં 31 વર્ષીય ભારતીય ખેડૂત સતનામ સિંહ ખેતીકામ કરતા સમયે કટરનો ઉપયોગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનો હાથ કપાઈ ગયો અને લોહી વહેવા લાગ્યું હતું. જોકે તેની પત્ની અને આ ગંભીર હાલતમાં ખેડૂતને તેના માલિકે અધમરો છોડી દીધો અને બાદમાં કશી જ મેડિકલ સહાય નહોતી કરી. આથી કરીને જોકે તેને ગમે તેમ કરીને પત્નીએ હોસ્પિટલ પહોંચાડયો પરંતુ વધુ પડતુ લોહી વહી જતા મોત નીપજ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા હવે માલિક સામે કડક પગલા ભરાય એવી માગ સાથે પ્રદર્શન વધી ગયું છે.

પત્ની સાથે ઈટાલી શિફ્ટ થયો
સતનામ સિંહ તેની પત્ની સાથે ઈટાલી શિફ્ટ થઈ ગયો હતો. આ સમયે તે ખેતીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઈટાલીના એક એગ્રિકલ્ચરલ કંપનીમાં તેને નોકરી મળી અને ત્યાં તે કટર વડે ખેતી કામ કરતો હોવાથી એક ગંભીર દુર્ઘટના બની હતી. તેનો હાથ ધડથી અલગ થઈ ગયો અને બાદમાં સતત લોહી વહેવા લાગ્યું હતું. હવે આ ઘટના વધારે ગંભીર એટલે થઈ ગઈ કારણ કે તે પાછો ઈટાલીમાં ગેરકાયદેસર રીતે કામ કરતો હતો. તેને જે માલિકે નોકરીએ રાખ્યો હતો તે પણ એને જાણે કોઈ માણસ નહીં પણ બીન બેગ હોય તેમ રસ્તા વચ્ચે ફેંકી દીધો હતો.

તેના માલિકે આ ઈજાગ્રસ્ત ભારતીય ખેડૂતના હાથમાંથી લોહી વહે જતું હતું અને મદદ કરવાને બદલે એની પત્ની સાથે રસ્તા પર ફેંકી દીધો હતો. જોકે બાદમાં તેની પત્ની રોડ પર સતત મદદ માટે ભીખ માંગતી રહી પણ કોઈ આવ્યું નહીં. છેવટે મદદ મળી અને તેને વધારે લોહી વહી ગયુ હોવાથી એરલિફ્ટ કરવો પડ્યો અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

હવે આ મામલો ગરમાયો હતો કારણ કે પ્રોસિક્યુટરે કહ્યું હતું કે સિંહને જો તાત્કાલિક મેડિકલ હેલ્પ મળી હોત, તેના માલિકે માણસાઈ દાખવી હોસ્પિટલમાં ખસેડ્યો હોત તે એનો જીવ બચી શક્યો હોત. આ ઘટનાએ ઈટાલીમાં ગેંગમાસ્ટરિંગ અને માઈગ્રન્ટ્સ મજૂરો સાથે થતા ખરાબ વ્યવહારો પર પ્રકાશ પાડ્યો છે. સતનામ સિંહને ન્યાય મળે એના માટે તથા એની પત્ની હવે આધાર વિહિન થઈ ગઈ એ ઝુંબેશે પણ જોર પકડ્યું છે. અહેવાલો એવા પણ હતા આની પત્નીને પણ વિશેષ દરજ્જો મળે તથા તેના ગેરકાયદે સ્ટેટસને લીગલ સ્ટે પણ મળી જાય.

અત્યારે આ અંગે એમ્બસી પણ એક્ટિવ થઈ ગઈ છે અને તેના મૃતદેહને પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ ઘટનાક્રમ અંગે ઈટાલિયન પ્રાઈમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીએ પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ એક અમાનવીય ઘટના તરીકે વર્ણવી હતી. એટલું જ નહીં આમાં સંડોવાયેલા લોકો સામે દંડ ફટકારવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો