Please enable javascript.Gautam Gambhir,ગૌતમ ગંભીર બન્યો ભારતીય ટીમનો હેડ કોચ, પોતાની શરતો પર ઈન્ડિયન ક્રિકેટમાં કરશે આ ફેરફાર - gautam gambhir selected as team indias new head coach - Iam Gujarat

ગૌતમ ગંભીર બન્યો ભારતીય ટીમનો હેડ કોચ, પોતાની શરતો પર ઈન્ડિયન ક્રિકેટમાં કરશે આ ફેરફાર

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 10 Jul 2024, 10:01 am
Subscribe

Gautam Gambhir to serve Indian team as Head coach: BCCIએ રાહુલ દ્રવિડના કાર્યકાળનો અંત આવ્યા બાદ હવે મોટો નિર્ણય લીધો છે. જય શાહે અગાઉ પણ સંકેત આપ્યા હતા તે સાચા થઈ રહ્યા છે અને ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ જાહેર થઈ ગયું છે. ગૌતમ તેમની નવી ઈનિંગના શ્રી ગણેશ શ્રીલંકા સિરિઝથી કરશે. કોચ બન્યા એની પહેલા પણ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયા માટે શાનદાર યોગદાન આપી ચૂક્યા છે, આ આઈપીએલ સિઝનમાં તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જેમા ટીમ ચેમ્પિયન પણ બની હતી.

હાઈલાઈટ્સ:

  • ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા
  • બેટ્સમેન અને ભારતીય ક્રિકેટર તરીકે સૌથી સફળ ખેલાડી રહી ચૂક્યા છે
  • જય શાહે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શુભેચ્છા પાઠવી
file pic
ફાઈલ ફોટો
Gautam Gambhir to serve Indian team as Head coach: ક્યારેય હાર ન માનવાનાં એટિટ્યૂડ અને મનોબળના કારણે પોતાની અલગ ઓળખ બનાવનારા ગૌતમ ગંભીર હવે ભારતીય ટીમના હેડ કોચ બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી અટકળો વહી રહી હતી કે ગૌતમ ગંભીર ભારતીય ટીમમાં કોચ તરીકે જોડાશે એ હવે સાચ્ચી સાબિત થઈ છે. એવું માનવામાં આવે છે અને રિપોર્ટ્સમાં પણ દાવો કરાયો છે કે ગૌતમ ગંભીરે હેડ કોચ બનતા પહેલા કેટલીક શરતો રાખી હતી. જે શરતોમાં સ્ટાફથી લઈ મોટાપાયે ફેરફાર કરાયા હતા. ગંભીરની વાત કરીએ તો એ ભારતીય ટીમના ઓપનર તરીકે સારી ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે વર્લ્ડ કપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011ની વિનિંગ ટીમમાં સારુ એવું યોગદાન આપ્યું હતું.
ગૌતમ ગંભીર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત ચેમ્પિયન બનાવીને સાબિત કર્યું કે તે એક કુશળ રણનીતિકાર છે. આ વર્ષે તે આઈપીએલમાં કોલકાતાનો મેન્ટર બન્યો હતો અને આ ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. એક ક્રિકેટર તરીકે ગંભીર વિશે વાત કરીએ તો એમ કહી શકાય કે તેણે તેના સાથી બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની સ્કિલ્સ પોતાનામાં ઊતારી છે.

ભારત માટે ઓપનિંગ કરતી વખતે અલગ ઓળખ બનાવી
ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર 1981ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેણે તેના સાથી ખેલાડી સેહવાગ સાથે મળીને ભારતની સૌથી મજબૂત ઓપનિંગ જોડી પણ બનાવી હતી. ગંભીરે 2004માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તેની કારકિર્દી 2008 સુધી ચઢાવ-ઉતારવાળી રહી હતી. આ દરમિયાન, ગંભીર પહેલી 17 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો, પરંતુ આ પછી તે પછીની 14 ટેસ્ટ મેચોમાં 8 સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. જોકે, બાદમાં ટેસ્ટ મેચમાં તેનું ફોર્મ બગડ્યું અને છેલ્લી 17 ટેસ્ટ મેચોમાં તે સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો.

તે ODI મેચોમાં સતત પોતાની છાપ છોડી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના નેતૃત્વમાં 2012 અને 2014માં ઈન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો. તેને એ સમયે IPLમાં સૌથી વધુ કિંમતે (રૂ. 11 કરોડથી વધુ) ખરીદવામાં આવ્યો હતો. ગંભીરના નામે 4000 ટેસ્ટ અને 5000 ODI રન છે. હવે તે ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં કેવા કેવા ફેરફાર કરશે એના પર પણ બધાની નજર રહેશે.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો