Please enable javascript.Indian Cricket Team T20 Captain,ભારતીય ટીમને મળી ગયો રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ, બોલિંગ-બેટિંગ એવી કે એક ઝાટકે મેચ પલટી શકે - indian team found replacement of jadeja - Iam Gujarat

ભારતીય ટીમને મળી ગયો રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ, બોલિંગ-બેટિંગ એવી કે એક ઝાટકે મેચ પલટી શકે

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 11 Jul 2024, 10:15 am
Subscribe

Sundar May replace Jadeja: ICC T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે સંન્યાસની જાહેરાત કરી હતી. આની સાથે રવીન્દ્ર જાડેજાએ પણ એક દિવસ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે આ સમયે સવાલ એ થતો હતો કે હવે ભારતને સ્પિન ઓલરાઉન્ડરની જે જરૂર છે તે કોણ પૂરી કરી આપશે. જાડેજાના સ્થાને ટીમમાં કોને તક મળશે. એમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર પ્રદર્શન કરી આ અટકળો પર વિરામ લગાવી દીધો છે.

હાઈલાઈટ્સ:

  • વિરાટ-રોહિતની નિવૃત્તી બાદ ટી20માં યુવા ઓપનિંગની જોડી હિટ
  • ICC T20 વર્લ્ડ કપ પછી જાડેજા નિવૃત્ત થયો
  • વોશિંગ્ટન સુંદરે તેના સ્થાને દાવેદારી નોંધાવી
file pic
ફાઈલ ફોટો
Sundar May replace Jadeja: ICC T20 વર્લ્ડ કપ 2024 સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ T20 ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના વિકલ્પ તરીકે, ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડીઓ તૈયાર છે જેમને તેમના સ્થાન પર અજમાવી શકાય છે, પરંતુ રવીન્દ્ર જાડેજાના સ્થાનને લઈને એક પ્રશ્ન હતો કે ટીમમાં તેનું સ્થાન કોણ લેશે.
આવી સ્થિતિમાં આ અઘરા પ્રશ્નનો જવાબ હવે હલ થતો જણાય છે. વાસ્તવમાં, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વોશિંગ્ટન સુંદરને આ ટૂરમાં બેટિંગ કરવાની વધુ તક મળી નથી, પરંતુ તે બોલિંગમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, સુંદર તેની બોલિંગની સાથે બેટિંગમાં પણ અદ્દભૂત પ્રદર્શન કરી શકે છે. સુંદરે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

સુંદરે મેચ બાદ પોતાનો દાવો રજૂ કર્યો
વોશિંગ્ટન સુંદરે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20I પછી કહ્યું હતું કે ભારતની T20 ટીમમાં સ્પિન ઓલરાઉન્ડરના સ્થાન માટે દાવો કરવા માટે તેણે પોતાનું 100 ટકા આપવું પડશે. રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ બાદ આ જગ્યા ખાલી પડી છે. ભારતની તાજેતરની T20 વર્લ્ડ કપ જીત બાદ જાડેજાએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

વોશિંગ્ટને ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી પાંચ મેચોની શ્રેણીમાં અત્યારસુધી સારૂ પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યું છે. તેણે કહ્યું, "મારે જે સારું છે અને હું શું કરી શકું છું તેમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે." મારે દરરોજ મારું 100 ટકા આપવું જરૂરી છે. વોશિંગ્ટને બુધવારે ત્રીજી T20 બાદ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'મને કોઈ આ અંગે ઓફિશિયલ જાણકારી નથી મળી.'
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો