Please enable javascript.US Flight Controversial Incidents,અમેરિકાની ફ્લાઈટમાં મહિલા સાથે ક્રૂ મેમ્બરને લીધે ન થવાનું થયું, 1.5 મિલિયનનો દાવો માંડ્યો - us flight female passenger injured and had burns on her legs - Iam Gujarat

અમેરિકાની ફ્લાઈટમાં મહિલા સાથે ક્રૂ મેમ્બરને લીધે ન થવાનું થયું, 1.5 મિલિયનનો દાવો માંડ્યો

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 16 Jul 2024, 4:45 pm
Subscribe

US flight controversial incidents: અમેરિકાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી મહિલાને ટર્બ્યુલન્સ સમયે ક્રૂ મેમ્બરની ભૂલને લીધે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલા પેસેન્જરે આરોપ લગાવ્યો કે જ્યારે આંચકા આવી રહ્યા હતા ત્યારે મારી પાછળ ક્રૂ મેમ્બર એક અન્ય પેસેન્જરને ચા પીરસી રહી હતી. આ સમયે આંચકો આવ્યો અને ચા માટેનું જે ગરમ ગરમ ઊકળતું પાણી હતું તે મારા પર પડ્યું હતું. આના કારણે હું છાતી, હાથ - પગ સહિતના શરીરના અંગો પર દાઝી ગઈ હતી. આ ઘટનાની બેદરકારીને પગલે મહિલા પેસેન્જરે ફરિયાદ કરી 1.5 મિલિયન ડોલરનો દાવો માંડ્યો છે.

file pic
ફાઈલ ફોટો
US flight controversial incidents: અમેરિકાની ઓર્લાન્ડોથી હાર્ટફોર્ડ જતી ફ્લાઈટમાં પેસેન્જર સાથે એવી ઘટના બની કે તેણે જેટ બ્લૂ સામે 1.5 મિલિયન ડોલરનો દાવો માંડી દીધો છે. આ મહિલા પેસેન્જરે જણાવ્યું કે તે ફ્લાઈટમાં બેઠી હતી ત્યારે અચાનક ટર્બ્યુલન્સની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. જેના કારણે તમામ યાત્રીઓને સીટ બેલ્ટ બાંધી બેસવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે આ દરમિયાન ક્રૂ મેમ્બર્સે ગરમ ચા અને અન્ય લિક્વિડ બેવરેજિસ સર્વ કરવાનું ચાલુ રાખ્યું હતું. એમાં અચાનક એક આંચકો આવ્યો અને પેસેન્જરને ચા સર્વ કરવા માટે જે ગરમ ગરમ પાણી હતું તે આગળ બેઠેલી મહિલા પર ઢોળાઈ ગયું હતું. જેથી તે દાઝી ગઈ હતી અને શરીરના ભાગો પર ડાઘા પણ પડી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના તેહજાના લુઈસ સાથે બની છે. તે જેટબ્લૂની ફ્લાઈટ 2237માં મુસાફરી કરી રહી હતી. આ સમયે તેનો પરિવાર પણ એની સાથે હતો અને યોગ્ય રીતે તેઓ સફરની મજા પણ માણી રહ્યા હતા. આ દરમિયાન મહિલાએ યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ધ ડિસ્ટ્રિક્ટ ઓફ કનેક્ટિકટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેને જેટબ્લૂની કેરલેસ સર્વિસ અને પેસેન્જરને સુરક્ષિત રાખવામાં તેઓ અસમર્થ છે તમામ વાયદાઓ ખોટા છે એમ કહી સેફ ટ્રાવેલિંગ કંડિશન સામે સવાલો ઉઠાવવા લાગી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે ફ્લાઈટ જ્યારે હજારો ફૂટ ઊંચે હતી ત્યારે ટર્બ્યુલન્સની સ્થિતિ ઉદભવી. આથી કરીને અમને સીટ બેલ્ટ બાંઘીને બેસવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે બધાની સીટ પર સીટબેલ્ટ પહેરી લો એની સાઈન પણ એકબાજુ ટર્ન ઓન થઈ ગઈ હતી. તો બીજી બાજુ ફ્લાઈટનું ક્રૂ ગરમ ગરમ અને ઠંડુ પીણું અન્ય પેસેન્જર્સને પીરસી રહી હતી. હવે આમ કરતા કરતા એક ક્રૂ મેમ્બર મારી પાછળ બેઠેલા પેસેન્જરને ચા સર્વ કરવા માટે આવ્યો હતો. આના માટે એક કપમાં ગરમ પાણી જેવું ક્રૂ મેમ્બર ઉમેરવા લાગ્યો કે તરત ટર્બ્યુલન્સમાં ફ્લાઈટમાં મોટો ઝાટકો વાગ્યો અને આ ગરમ ગરમ ઊકળતું પાણી મારા પર પડ્યું. હું આગળ બેઠી હતી ત્યારે મને મારા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગરમ પાણીને લીધે મારા છાતી, કમરના ભાગ પર અને પગ તથા જમણા હાથમાં દાઝી ગયાના નિશાન થઈ ગયા છે અને સખત દુખાવો થતો હતો.

આ દરમિયાન મહિલાએ કહ્યું કે જો ફ્લાઈટના ક્રૂ મેમ્બરને ખબર છે કે ટર્બ્યુલન્સને લીધે ગમે ત્યારે આંચકા આવી શકે છે તો પછી આવી ગરમ ગરમ વસ્તુઓ પીરસવાનો અર્થ શું થાય છે. આ એક ગંભીર મુદ્દો છે અને ફ્લાઈટમાં સેફટીનું ધ્યાન ક્રૂ મેમ્બર્સ નહીં રાખે તો કોણ રાખશે? વળી આંચકાઓ ગમે ત્યારે આવે એમ હતું ત્યારે આ રીતે ગરમ ગરમ ઊકળતુ પાણી લઈને પેસેન્જર્સ આસપાસ ફરવું એ પણ સેફટી પ્રિકોશનની વિરૂદ્ધ જ કહેવાય ને. હવે મહિલા પેસેન્જરે એવો દાવો કર્યો કે ક્રૂ મેમ્બરે એક તો પોતાની ભૂલ પણ ન માની અને મને ફર્સ્ટ એડ આપવાની જગ્યાએ કહી દીધું કે મેડમ જ્યારે લેન્ડ થશોને ત્યારે જ બધી સારવાર કરાવી લેજો. આ જાણીને મહિલાને વધારે ગુસ્સે આવ્યો કે એક તો તમારા લીધે હું દાઝી ગઈ છું અને બીજી બાજુ મને સોરી કહેવાની જગ્યાએ તમે ફર્સ્ટ એડનું પણ નથી પૂછતા. એટલું જ નહીં મને એમ કહી દો છો કે હવે જ્યારે લેન્ડ થશો ત્યારે જ તમે ટ્રિટમેન્ટ કરાવી લેજો.

હવે આ ઘટનાક્રમ બાદ મહિલાએ કહ્યું કે આખી સફર દરમિયાન મને જ્યાં ઈજા પહોંચી હતી અને હું દાઝી ગઈ હતી ત્યાં દુખાવો થતો રહ્યો. યોગ્ય ફર્સ્ટ એડ ન મળી એના લીધે જ્યાં દાઝી ગઈ હતી હું ત્યાં મારે ડાઘા પણ પડી ગયા છે. એટલું જ નહીં મને હવે એન્ઝાઈટી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ તથા ચામડી બળી જવાથી ઈન્જરીને લીધે ઓવર થિંકિંગ ચાલુ થઈ ગયું હતું. આથી કરીને તેને બાદમાં ફરિયાદ કરી અને જેટ બ્લૂ સામે 1.5 મિલિયન ડોલરનો આ ગંભીર બેદરાકારીભરી ઘટનાને પગલે દાવો માંડી દીધો હતો.
પાર્થ વ્યાસ
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો